Home Sports India Vs Zimbabwe 1st T20i Team India Probable Playing 11 July 2026

ઝિમ્બાબ્વે સામે આજે આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 : શ્રેયસ ઐયરની ટીમમાં કોને મળશે તક અને કોણ રહી શકે છે બહાર?

Indian Cricket Team
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jul 23, 2026, 02:00 AM IST

IND vs ZIM 1st T20I : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચોની T20 ઇન્ટરનેશનલ સિરીઝની પ્રથમ મેચ આજે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. તાજેતરની સિરીઝઓમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ટીમ આજે જીત સાથે નવી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની યુવા ટીમ માટે આ મુકાબલો માત્ર સિરીઝની શરૂઆત જ નહીં પરંતુ નવા ખેલાડીઓને પોતાની પ્રતિભા સાબિત કરવાની પણ મોટી તક બની રહેશે. ઘરઆંગણે રમતી ઝિમ્બાબ્વેની ટીમ પણ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. તાજેતરમાં બાંગ્લાદેશ સામે નોંધાવેલા સારા પ્રદર્શન બાદ સિકંદર રઝાની ટીમ ભારતને કડક પડકાર આપવા તૈયાર છે. તેથી આજનો મુકાબલો રોમાંચક બનવાની પૂરી શક્યતા છે.

ભારત vs ઝિમ્બાબ્વે T20I સિરીઝનું સંપૂર્ણ સમયપત્રક

તારીખ

દિવસ

મેચ

સ્થળ

સમય (IST)

23 જુલાઈ, 2026

ગુરુવાર

1લી T20I

હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે

સાંજે 4:30 વાગ્યે

25 જુલાઈ, 2026

શનિવાર

2જી T20I

હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે

સાંજે 4:30 વાગ્યે

26 જુલાઈ, 2026

રવિવાર

3જી T20I

હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે

સાંજે 4:30 વાગ્યે

આ પણ ખાસ વાંચો : શ્રીલંકા પ્રવાસ પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની શક્યતા : યુવા ઓલરાઉન્ડરની ફિટનેસ પર સસ્પેન્સ, જાણો ક્યારે આવશે સ્ક્વોડ

વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા કરી શકે છે ઇનિંગની શરૂઆત

સંજુ સેમસન આ સિરીઝનો ભાગ ન હોવાથી આજે ભારત માટે ઓપનિંગની જવાબદારી વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા સંભાળે તેવી શક્યતા છે. યુવા બેટ્સમેન વૈભવ માટે આ મેચ પોતાને સાબિત કરવાની મહત્વપૂર્ણ તક રહેશે, જ્યારે અભિષેક શર્મા શરૂઆતથી જ આક્રમક અંદાજમાં બેટિંગ કરવાનો પ્રયાસ કરશે. ત્રીજા નંબર પર વિકેટકીપર ઇશાન કિશન, ચોથા ક્રમે કેપ્ટન શ્રેયસ ઐયર અને પાંચમા નંબરે વાઇસ-કેપ્ટન તિલક વર્મા રમે તેવી શક્યતા છે. ભારતનો ટોપ-5 બેટિંગ ક્રમ મજબૂત દેખાઈ રહ્યો છે.

બોલિંગ કોમ્બિનેશન પર રહેશે સૌથી મોટી નજર

શિવમ દુબે અને રિંકુ સિંહને ફિનિશરની ભૂમિકા મળી શકે છે, પરંતુ બંનેને એકસાથે રમાડવામાં આવે તો બોલિંગનું સંતુલન જાળવવું ટીમ મેનેજમેન્ટ માટે પડકાર બની શકે છે. આવી સ્થિતિમાં પાંચમા બોલરની જવાબદારી શિવમ દુબે, અભિષેક શર્મા અથવા તિલક વર્મા સંભાળી શકે છે. સ્પિન વિભાગમાં રવિ બિશ્નોઈ મુખ્ય પસંદગી રહેશે, જ્યારે હર્ષ દુબે અથવા અશોક શર્મામાંથી એકને તક મળી શકે છે. ફાસ્ટ બોલિંગમાં પ્રિન્સ યાદવ અને મયંક યાદવ પર મહત્વની જવાબદારી રહેશે.

હેડ-ટુ-હેડ રેકોર્ડ અને મેચની માહિતી

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધી 14 T20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાં ભારતે 11 મેચ જીતી છે જ્યારે ઝિમ્બાબ્વેએ 3 મેચમાં જીત મેળવી છે. આજની મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે રમાશે. આ સાથે ત્રણ મેચોની સિરીઝની શરૂઆત થશે અને બંને ટીમો જીત સાથે અભિયાન શરૂ કરવાનો પ્રયાસ કરશે.

  • લાઇવ ટેલિકાસ્ટ : Unite8 Sports TV ચેનલો પર

  • લાઇવ સ્ટ્રીમિંગ : FanCode એપ અને વેબસાઇટ પર

  • મેચનો સમય : ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે

આ પણ ખાસ વાંચો : ટીમ ઈન્ડિયામાં વારંવાર કેમ થઈ રહી છે હેમસ્ટ્રિંગ ઈજા? : નીતિશ રેડ્ડીથી શુભમન ગિલ સુધી... BCCIના CoE પર ઉઠ્યા ગંભીર પ્રશ્નો

બંને ટીમોની સંપૂર્ણ સ્ક્વોડ

  • ભારતીય ટીમ : શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (ઉપ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ.

    ઝિમ્બાબ્વે ટીમ : સિકંદર રઝા (કેપ્ટન), બ્રાયન બેનેટ, રેયાન બર્લ, બેન કુરાન, બ્રાડ ઇવાન્સ, ક્લાઇવ મડાન્ડે (વિકેટકીપર), ટીનોટેન્ડા માપોસા, તાદીવાનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાડઝા, તાશિંગા મુસેકિવા, બ્લેસિંગ મુઝારાબાની, ડીયોન માયર્સ, રિચાર્ડ નગારાવા, ન્યુમેન ન્યામહુરી, મિલ્ટન શુમ્બા.

ભારતની સંભવિત પ્લેઇંગ 11

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), શિવમ દુબે, રિંકુ સિંહ, હર્ષ દુબે/અશોક શર્મા, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ અને મયંક યાદવ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now