Mia Khalifa : ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવી વિશ્વ ચેમ્પિયન બનતા માત્ર સ્પેનિશ ટીમ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મિયા ખલીફા પણ ચર્ચામાં આવી ગઈ છે. સ્પેનની જીત પર લગાવેલા તેના ભારે દાવને કારણે તેને અંદાજે 1.65 મિલિયન ડોલરની રકમ મળી હોવાનું તેણે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે. આ રકમ ભારતીય ચલણ પ્રમાણે અંદાજે ₹14 કરોડ જેટલી થાય છે. આ દાવ અને તેની જીતની પોસ્ટ બાદ મિયા ખલીફાનું નામ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. ફાઇનલ મેચ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં સ્પેને એક્સ્ટ્રા ટાઇમમાં ફેરાન તોરેસના નિર્ણાયક ગોલની મદદથી આર્જેન્ટિનાને હરાવ્યું હતું. આ જીત સાથે સ્પેને પોતાના ઇતિહાસમાં બીજી વખત ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે અને 16 વર્ષ બાદ ફરી વિશ્વ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે.
$1 મિલિયનના દાવથી મળી $1.65 મિલિયનની જીત
મિયા ખલીફાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે તેણે સ્પેનના વર્લ્ડ કપ જીતવા પર $1 મિલિયનનો દાવ લગાવ્યો હતો. સ્પેનના વિજય બાદ તેને કુલ $1.65 મિલિયનનું પેઆઉટ મળ્યું હોવાનું સ્ક્રીનશોટમાં દર્શાવ્યું હતું. એટલે કે તેમાં મૂળ દાવની રકમ સહિત કુલ ચુકવણી સામેલ હતી. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, તેની નેટ કમાણી અંદાજે $6.5 લાખ જેટલી રહી હોવાનું માનવામાં આવે છે, જ્યારે કર અને અન્ય કપાતો સંબંધિત વિગતો જાહેર કરવામાં આવી નથી. મિયા ખલીફા સ્પેનના યુવા સ્ટાર લામિન યામાલની જર્સી પહેરીને સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી હતી. જીત બાદ તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "મારામાં સ્પેનિશ લોહીનું એક ટીપું પણ નથી, છતાં મારા 'દેશ' સ્પેન પર ગર્વ છે," અને આ પોસ્ટને હળવી મજાક તરીકે રજૂ કરી હતી.
આ પણ ખાસ વાંચો : શ્રીલંકા પ્રવાસ પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની શક્યતા : યુવા ઓલરાઉન્ડરની ફિટનેસ પર સસ્પેન્સ, જાણો ક્યારે આવશે સ્ક્વોડ
સ્પેનનો ઐતિહાસિક વિજય
ફાઇનલમાં બંને ટીમો વચ્ચે નિર્ધારિત 90 મિનિટ સુધી કોઈ ગોલ થયો નહોતો. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઇમની 106મી મિનિટે ફેરાન તોરેસે નિર્ણાયક ગોલ કરીને સ્પેનને 1-0ની લીડ અપાવી હતી. આખી મેચ દરમિયાન સ્પેનનો દબદબો રહ્યો હતો અને આર્જેન્ટિના માટે ગોલ કરવાની તક મર્યાદિત રહી હતી. આ જીત સાથે સ્પેને 2010 બાદ બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. મેચ બાદ કેટલાક ખેલાડીઓ વચ્ચે તણાવ પણ જોવા મળ્યો હતો અને ઉજવણી દરમિયાન થયેલી કેટલીક ઘટનાઓને લઈને ફિફાએ તપાસ શરૂ કરી હોવાનું આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.
કોણ છે મિયા ખલીફા?
મિયા ખલીફા મૂળ લેબનોનમાં જન્મેલી છે અને હાલમાં અમેરિકામાં રહે છે. તેણે વર્ષ 2014માં એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું હતું, પરંતુ થોડા જ સમયમાં તે ક્ષેત્ર છોડી દીધું હતું. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા, ડિજિટલ કન્ટેન્ટ અને સ્પોર્ટ્સ કોમેન્ટરી જેવા ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના કરોડો ફોલોઅર્સ છે અને તે ફેશન, રમતગમત, પોપ કલ્ચર તથા સામાજિક મુદ્દાઓ અંગે નિયમિત પોસ્ટ શેર કરતી રહે છે. વર્લ્ડ કપ દરમિયાન પણ તેણે સ્પેનને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું અને ફાઇનલમાં તેની હાજરી તથા કરોડોની જીત બંને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા.





