logo-img
India Vs Pakistan T20 World Cup Match Report

સૂર્યકુમારની સેના સામે પાકિસ્તાન ઘૂંટણિયે : કોલંબોમાં ભારતનો ભવ્ય વિજય

સૂર્યકુમારની સેના સામે પાકિસ્તાન ઘૂંટણિયે
Published by: Offbeat Team
| Last Updated: Feb 15, 2026, 05:27 PM IST

શ્રીલંકાની ધરતી પર રમાયેલા ટી20 વર્લ્ડ કપના હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે પાકિસ્તાની ટીમને 61 રને હરાવીને ટૂર્નામેન્ટમાં દબદબો જાળવી રાખ્યો છે. આ શાનદાર જીતની સાથે જ ભારત હવે સુપર 8 રાઉન્ડ માટે સત્તાવાર રીતે ક્વોલિફાય થઈ ગયું છે. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ભારતની આ રેકોર્ડ 8મી જીત છે.

ઈશાન કિશનની ફિફ્ટી અને બોલરોનો તરખાટ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મિશ્ર રહી હતી. જોકે, ઈશાન કિશને આક્રમક બેટિંગ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 175 રનનો સ્કોર ઊભો કર્યો હતો. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી. પાકિસ્તાનની આખી ટીમ 18 ઓવરમાં માત્ર 114 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

હાર્દિક અને બુમરાહની ઘાતક બોલિંગ

ભારત તરફથી બોલિંગમાં શિસ્તબદ્ધ પ્રદર્શન જોવા મળ્યું હતું. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા અને સ્પીડસ્ટર જસપ્રીત બુમરાહે પાકિસ્તાની બેટરોને ક્રિઝ પર સેટ થવાની તક આપી નહોતી. આ બંને બોલરો ઉપરાંત સ્પિન વિભાગમાં અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ પણ કાતિલ બોલિંગ કરી હતી. આ ચારેય બોલરોએ 2-2 વિકેટો ઝડપીને પાકિસ્તાની ટીમની કમર તોડી નાખી હતી. ફિલ્ડિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ ચપળતા બતાવી હતી, જેના કારણે પાકિસ્તાન પર સતત દબાણ જળવાઈ રહ્યું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now