Home Sports India Vs England 2nd Semi Final Live Score T20 World Cup 2026 Ind Vs Eng

IND vs ENG : ભારત સતત બીજી વાર T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં...રોમાંચક મુકાબલામાં ઈંગ્લેન્ડને હરાવ્યું

IND vs ENG
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 05:26 PM IST

Live Cricket Score (IND vs ENG) India vs England T20 World Cup Semi Final: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રોમાંચક રીતે જીત મેળવી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો. આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાની જીતમાં બેટ્સમેન સંજુ સેમસન અને ઓલરાઉન્ડર અક્ષર પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

2026 T20 વર્લ્ડ કપની બીજી સેમિ ફાઇનલ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. વિજેતા ટીમ 8 માર્ચ, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં પ્રથમ સેમિ ફાઇનલના વિજેતા ન્યુઝીલેન્ડનો સામનો કરશે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

ભારતે ઇંગ્લેન્ડ માટે 254 રનનો લક્ષ્યાંક રાખ્યો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા, ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં સાત વિકેટે 253 રન બનાવ્યા. તેમના માટે સંજુ સેમસને 42 બોલમાં 89 રનની જોરદાર ઇનિંગ રમી, જ્યારે શિવમ દુબેએ 43 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રશીદ અને વિલ જેક્સે બે-બે વિકેટ લીધી, જ્યારે જોફ્રા આર્ચરે એક વિકેટ લીધી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now