Home Sports India Vs Bangladesh U19 Asia Cup Final

બાંગ્લાદેશે ઈતિહાસ રચ્યો : એશિયા કપની ફાઈનલમાં ભારતની પહેલી હાર!

બાંગ્લાદેશે ઈતિહાસ રચ્યો
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2024, 05:04 PM IST

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અંડર 19 એશિયા કપ 2024ની ફાઈનલ મેચ માં બાંગ્લાદેશની ટીમે ટીમ ઈન્ડિયાને પરાજય આપી સતત બીજી વાર અંડર 19 એશિયા કપ પોતાના નામે કર્યો છે.

લો સ્કોરિંગ મેચમાં બાંગ્લાદેશની ટીમે સારુ પ્રદર્શન કરી મેચમાં વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને 198 પર રોકવામાં સફળતા મેળવી હતી. પણ ભારતીય બેટ્સમેન 199 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અને ટીમ 139 રનમાં ઓલઆઉટ થઈ જતા બાંગ્લાદેશે 59 રને વિજય મેળવ્યો હતો.

ભારતીય બોલર યુધાજિત ગુહા, ચેતન શર્મા અને હાર્દિક રાજે 2-2 વિકેટ લીધી. જ્યારે બાંગ્લાદેશ તરફથી રિઝાન હસને સૌથી વધારે 47 રન બનાવ્યા. મોહમ્મદ શિહાબે પણ 40 રનની ઈનિંગ રમી. તો ફરીદ હસને 39 રન બનાવ્યા.

અંડર 19 એશિયા કપ બે વાર જીતનાર બાંગ્લાદેશની બીજી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ 8 વાર આ ટ્રોફી જીતી ચુકી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now