Home Sports India Vs Australia Hobart Ind Vs Aus 3rd T20i Match Suryakumar Vs Marsh

હોબાર્ટ T20I માં ઓસ્ટ્રેલિયા પર ભારતની શાનદાર જીત : સુંદરે બેટિંગથી તબાહી મચાવી, અર્શદીપ પણ ચમક્યો

હોબાર્ટ T20I માં ઓસ્ટ્રેલિયા પર ભારતની શાનદાર જીત
Published by: OBS Bureau
Last Updated: Nov 02, 2025, 12:18 PM IST

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીનો ત્રીજો મેચ રવિવાર, 2 નવેમ્બરના રોજ હોબાર્ટના બેલેરાઇવ ઓવલ ખાતે રમાયો હતો. ભારતે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. 187 રનનો લક્ષ્યાંક ભારતે 18.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ મેદાન પર T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી મોટો સફળ રન ચેઝ હતો. આ જીત સાથે, ભારતે શ્રેણી 1-1 થી બરાબર કરી દીધી.

સીરિઝની ચોથી મેચ 6 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં રમાશે. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 23 બોલમાં અણનમ 49 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાનો સમાવેશ થાય છે. કેનબેરામાં બંને ટીમો વચ્ચેની પહેલી ટી20 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં ટી20 મેચ ચાર વિકેટથી જીતી હતી.

ભારતીય ટીમ માટે રન ચેઝમાં અભિષેક શર્મા ફોર્મમાં દેખાતો હતો, પરંતુ તેની ઇનિંગ લાંબો સમય ટકી ન હતી. અભિષેક 25 રન (16 બોલ, 2 ચોગ્ગા, 2 છગ્ગા) બનાવીને નાથન એલિસનો શિકાર બન્યો. ત્યારબાદ એલિસે શુભમન ગિલ (15 રન) ને આઉટ કર્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ (24 રન) પણ આઉટ થયો, પરંતુ તેણે પણ પોતાની વિકેટ ફેંકી દીધી. સૂર્યકુમારના ત્રીજી વિકેટ માટે આઉટ થયા પછી, અક્ષર પટેલ (17 રન) અને તિલક વર્માએ મળીને સ્કોર 100 ને પાર પહોંચાડ્યો. એલિસે અક્ષરને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને મોટી સફળતા અપાવી.

અક્ષર પટેલના આઉટ થયા બાદ તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદર સાથે 5 વિકેટ માટે 34 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. તિલક 29 રન બનાવીને જેવીયર બર્ટલેટનો શિકાર બન્યો, ત્યાંથી વોશિંગ્ટન સુંદર (49*રન) અને જીતેશ શર્મા(22*રન)એ ભારતને જીત સુધી પહોંચાડ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now