Home Sports India Vs Australia 4th Test Team India No Practice Today Melbourne

IND vs AUS : ટીમ ઈન્ડિયા આજે કેમ નહીં કરે પેક્ટિસ? સામે આવ્યું મોટું કારણ

IND vs AUS
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2024, 06:32 AM IST

India vs Australia 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ શરૂ થશે. બન્ને ટીમો કોઈપણ કિંમતે આ મેચ જીતવા માંગે છે. બન્ને ટીમો વચ્ચે ત્રીજી મેચ ગાબા ખાતે રમાઈ હતી, જે વરસાદને કારણે ડ્રો થઈ હતી. બન્ને ટીમ ચોથી મેચ માટે મેલબર્ન પહોંચી ગઈ છે, જ્યાં ખેલાડીઓ જોરશોરથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગઈકાલે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ મેલબર્નમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયા આજે મેલબોર્નમાં પ્રેક્ટિસ કરવા જઈ રહી નથી. જેનું મુખ્ય કારણ પણ સામે આવ્યું છે.

કેમ પ્રેક્ટિસ નહીં કરે ભારતીય ટીમ?
રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમ સોમવારે મેલબર્નમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ નહીં કરે. છેલ્લા બે દિવસમાં નેટ સેશનમાં સખત તાલીમ અને પરસેવો પાડ્યા બાદ રોહિત શર્મા એન્ડ કંપનીને એક દિવસનો આરામ મળશે. બ્રિસબેનમાં ત્રીજી ટેસ્ટ ડ્રો કર્યા બાદ ભારતીય ખેલાડીઓએ મેલબોર્ન પહોંચતા જ ચોથી ટેસ્ટની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now