Home International India Russia Sign 16 Agreements During Vladimir Putin Visit

ભારત અને રશિયા વચ્ચે 16 મહત્વના કરાર પર હસ્તાક્ષર : સ્વાસ્થ્યથી લઈને મીડિયા સુધીના ક્ષેત્રોમાં ભાગીદારી મજબૂત

ભારત અને રશિયા વચ્ચે 16 મહત્વના કરાર પર હસ્તાક્ષર
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 05:20 PM IST

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક અત્યંત સફળ રહી છે. આ મુલાકાત દરમિયાન બંને શક્તિશાળી દેશો વચ્ચેના સંબંધોને નવા શિખરે લઈ જતા અનેક મહત્વપૂર્ણ કરારો કરવામાં આવ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી કારણ કે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને પચ્ચીસ વર્ષ પૂર્ણ થયા છે જે એક મોટી સિદ્ધિ છે. આ ખાસ અવસર પર બંને દેશોએ અલગ અલગ સોળ જેટલા કરારો પર મહોર મારી છે.

વિદેશ મંત્રાલયે જાહેર કરેલી વિગતો મુજબ

ભારત અને રશિયા વચ્ચે થયેલા મુખ્ય કરારોની યાદી:

  1. શ્રમ પ્રવૃત્તિ: ભારત અને રશિયા વચ્ચે એક દેશના નાગરિકો દ્વારા બીજા દેશમાં કામચલાઉ શ્રમ પ્રવૃત્તિ (Temporary Labor Activity) અંગેનો કરાર.

  2. ગેરકાયદેસર સ્થળાંતર: અનિયમિત અથવા ગેરકાયદેસર સ્થળાંતર (Irregular Migration) ને રોકવા માટે સહયોગ અંગેનો કરાર.

  3. સ્વાસ્થ્ય ક્ષેત્ર: બંને દેશોના સ્વાસ્થ્ય મંત્રાલયો વચ્ચે સ્વાસ્થ્ય સેવા, મેડિકલ એજ્યુકેશન અને વિજ્ઞાન ક્ષેત્રે સહયોગ અંગેનો કરાર.

  4. ખાદ્ય સુરક્ષા: ભારતના FSSAI અને રશિયાની ફૂડ સેફ્ટી એજન્સી વચ્ચે ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક સુરક્ષા અને માનવ કલ્યાણ અંગેનો કરાર.

  5. મેરીટાઇમ ટ્રેનિંગ: ધ્રુવીય જળ (Polar Waters) માં જહાજોના સંચાલન માટે નિષ્ણાતોની તાલીમ અંગે શિપિંગ મંત્રાલયો વચ્ચે સમજૂતી કરાર.

  6. મેરીટાઇમ સહયોગ: ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અને રશિયાના મેરીટાઇમ બોર્ડ વચ્ચે સમજૂતી કરાર (MoU).

  7. ખાતર ઉદ્યોગ: મેસર્સ જેએસસી યુરાલકેમ અને ભારતીય કંપનીઓ (RCF, NFL, IPL) વચ્ચે ખાતર ક્ષેત્રે સમજૂતી કરાર.

  8. કસ્ટમ્સ: માલસામાન અને વાહનોની હેરફેર માટે આગમન પૂર્વેની માહિતીના આદાન-પ્રદાન માટે કસ્ટમ્સ વિભાગો વચ્ચે પ્રોટોકોલ.

  9. પોસ્ટલ સેવા: ભારતના ટપાલ વિભાગ અને રશિયન પોસ્ટ વચ્ચે દ્વિપક્ષીય કરાર.

  10. શૈક્ષણિક સહયોગ (પુણે): ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT), પુણે અને રશિયાની નેશનલ ટોમ્સ્ક સ્ટેટ યુનિવર્સિટી વચ્ચે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સહયોગ.

  11. શૈક્ષણિક સહયોગ (મુંબઈ): મુંબઈ યુનિવર્સિટી અને મોસ્કો સ્ટેટ યુનિવર્સિટી વચ્ચે સહયોગ અંગેનો કરાર.

  12. મીડિયા (ગઝપ્રોમ): પ્રસાર ભારતી અને રશિયાના ગઝપ્રોમ-મીડિયા હોલ્ડિંગ વચ્ચે પ્રસારણ સહયોગ માટે MoU.

  13. મીડિયા (નેશનલ મીડિયા ગ્રુપ): પ્રસાર ભારતી અને રશિયાના નેશનલ મીડિયા ગ્રુપ વચ્ચે પ્રસારણ સહયોગ.

  14. મીડિયા (બિગ એશિયા): પ્રસાર ભારતી અને બિગ એશિયા મીડિયા ગ્રુપ વચ્ચે પ્રસારણ ક્ષેત્રે સહયોગ.

  15. મીડિયા (ટીવી-નોવોસ્તી): પ્રસાર ભારતી અને 'ટીવી-નોવોસ્તી' વચ્ચે પ્રસારણ સહયોગ અંગેના કરારમાં ઉમેરો (પેરિશિષ્ટ).

  16. મીડિયા (ટીવી બ્રિક્સ): 'ટીવી બ્રિક્સ' (TV BRICS) અને પ્રસાર ભારતી વચ્ચે સમજૂતી કરાર.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now