logo-img
India Pakistan Clash In T20 World Cup Todaywhich Pakistani Bowler Has Surya Bhau Specially Prepared The Team For

T20 World Cup 2026; ભારત-પાકિસ્તાન વચ્ચે આજે કોલંબોમાં મહામુકાબલો : પાકિસ્તાનના કયા બોલર માટે સૂર્યા ભાઉં કરાવી છે ટીમને ખાસ તૈયારી? જાણો કયાં ફેક્ટર્સ નક્કી કરશે હાર-જીતનું પરિણામ

T20 World Cup 2026; ભારત-પાકિસ્તાન વચ્ચે આજે કોલંબોમાં મહામુકાબલો
Published by: Offbeat Team
| Last Updated: Feb 15, 2026, 11:04 AM IST

T20 World Cup 2026 IND vs PAK: T20 વર્લ્ડકપ 2026માં આજે ક્રિકેટ જગતની સૌથી મોટી રાઇવલરી ફરી એકવાર જોવા મળશે. India national cricket team અને Pakistan national cricket team કોલંબોના R. Premadasa Stadium ખાતે આમને-સામને ટકરાશે. ભારત સતત જીતના સિલસિલા સાથે આત્મવિશ્વાસમાં છે, જ્યારે પાકિસ્તાન પાસે મેચનો રંગ પલટાવી દેવાની ક્ષમતા છે. મુખ્ય સવાલ – શું અભિષેક શર્મા રમશે? અને ટીમ ઈન્ડિયા ઉસ્માન તારિકની પડકારજનક બોલિંગનો કેવી રીતે સામનો કરશે? જાણો કયા-કયા મેઈન ફેકટર્સ નક્કી કરશે મેચનું પરિણામ


1) રેકોર્ડ: આંકડા ભારતના પક્ષમાં-

T20 વર્લ્ડકપ ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 8 મેચ રમાઈ છે, જેમાંથી 7માં ભારતે જીત મેળવી છે.

ભારત છેલ્લી 10 T20 વર્લ્ડકપ મેચથી અજેય છે. છેલ્લી હાર 2022 સેમિફાઇનલમાં મળી હતી.

આંકડા સ્પષ્ટપણે ભારતના પક્ષમાં છે, પરંતુ IND vs PAK મુકાબલામાં રેકોર્ડ હંમેશા દબાણ હેઠળ આવી જાય છે.


2) વીકનેસ અને સ્ટ્રેન્થ-

ભારત

તાકાત:

વિસ્ફોટક બેટિંગ લાઇનઅપ

સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા સારા ફોર્મમાં

બુમરાહની વાપસીથી બોલિંગ મજબૂત

સ્પિન ત્રિપુટી – કુલદીપ, વરુણ, અક્ષર અસરકારક

ચિંતા:

અભિષેક શર્મા બીમાર હોવાથી છેલ્લી મેચ રમી શક્યા નહોતા

ઓપનિંગ પાર્ટનરશિપમાં સ્થિરતા નથી

USA સામે ઓપનર્સ માત્ર 20 રન જ બનાવી શક્યા

જો અભિષેક ફિટ રહેશે તો ભારતની બેટિંગ વધુ ખતરનાક બની શકે છે.

પાકિસ્તાન

તાકાત:

સાહિબઝાદા ફરહાન ફોર્મમાં

સ્પિન ડિપાર્ટમેન્ટ અસરકારક (અબરાર, તારિક, નવાઝ)

શાહીન આફ્રિદી નવો બોલ સાથે ખતરનાક

ચિંતા:

બાબર આઝમ અને સલમાન આગાની ધીમી ઇનિંગ્સ

મધ્યક્રમમાં ફિનિશિંગની સમસ્યા

3) Key Players પર નજર:

ભારત-

જસપ્રીત બુમરાહ: પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં મેચ ફેરવી શકે

વરુણ ચક્રવર્તી: 5.16 ઇકોનોમી, 2 મેચમાં 4 વિકેટ

કુલદીપ યાદવ: ચાઈનામેન સ્પિનથી મિડલ ઓવરમાં ગેમ ચેન્જર

અભિષેક શર્મા: 200+ સ્ટ્રાઈક રેટ, દર 8મા બોલે છગ્ગો

ઈશાન કિશન: 81 રન, 202.50 સ્ટ્રાઈક રેટ

પાકિસ્તાન-

શાહીન આફ્રિદી: ઓપનિંગ સ્પેલમાં વિકેટ ટેકર

સાહિબઝાદા ફરહાન: USA સામે 73 રન

ઉસ્માન તારિક: શ્રીલંકન પીચ પર વેરિએશનથી ખતરનાક

અબરાર અહેમદ: કેરમ બોલ અને ગુગલીથી બેટર્સને ચકમો આપે

શાદાબ ખાન: ઓલરાઉન્ડ પ્રભાવ

4) કંડિશન્સ: કોલંબોની પીચ શું કહે છે?

ટુર્નામેન્ટની ત્રણેય મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે

હાલ કોલંબોમાં ઝાકળ નથી – એટલે બીજી ઇનિંગમાં બેટિંગ મુશ્કેલ

પીચ બીજી ઇનિંગમાં તૂટે છે, સ્પિનર્સને મદદ

કુલ 41 વિકેટ – 21 પેસર્સ, 20 સ્પિનર્સ

નિષ્કર્ષ: ટૉસ જીતનાર ટીમ પહેલા બેટિંગ પસંદ કરી શકે છે.


5) આ ફેક્ટર્સ જે નક્કી કરશે પરિણામઃ

અભિષેક શર્માની ઉપલબ્ધતા – ઓપનિંગમાં અસર

ઉસ્માન તારિક vs ભારતીય ટોપ ઓર્ડર

બુમરાહ vs પાકિસ્તાની ટોપ ઓર્ડર

મિડલ ઓવરમાં સ્પિન બેટલ

ટૉસ અને પહેલી ઇનિંગ સ્કોર (170+ મહત્વપૂર્ણ)

આજેનો મુકાબલો માત્ર 2 પોઈન્ટ માટે નહીં, પણ ગૌરવ માટે છે. ભારત રેકોર્ડ અને ફોર્મમાં આગળ છે, પરંતુ પાકિસ્તાન પાસે મેચ પલટાવવાની ક્ષમતા છે. કોલંબોની સ્પિન-મદદરૂપ પીચ પર જે ટીમ દબાણ સારી રીતે હેન્ડલ કરશે, તે જ જીતની બાજી મારશે.


પોસિબલ પ્લેઇંગ XI:

ભારત:

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, ઈશાન કિશન (WK), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ/કુલદીપ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

પાકિસ્તાન:

સલમાન આગા (કેપ્ટન), સાહિબઝાદા ફરહાન, સૈમ અયુબ, બાબર આઝમ, ઉસ્માન ખાન (WK), શાદાબ ખાન, નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, ઉસ્માન તારિક, અબરાર અહેમદ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now