Home National-International India Launches Operation Sagar Bandhu To Help Sri Lanka Hit By Cyclone Ditwah

ચક્રવાત દિતવાહના કહેરથી પીડાતા શ્રીલંકા માટે 'ઑપરેશન સાગર બંધુ' : વાયુસેનાના 2 વિમાન તૈનાત,

ચક્રવાત દિતવાહના કહેરથી પીડાતા શ્રીલંકા માટે 'ઑપરેશન સાગર બંધુ'
Published by: Offbeat Team
| Last Updated: Nov 29, 2025, 04:52 PM IST

શ્રીલંકામાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડા દિતવાહના કારણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારતે એક સારા પાડોશી હોવાનો ધર્મ નિભાવીને તાત્કાલિક મદદ મોકલી છે. ભારતે શ્રીલંકાને આ ગંભીર સંકટમાંથી ઉગારવા માટે ઓપરેશન સાગર બંધુ હાથ ધર્યું છે. આ મિશન અંતર્ગત ભારતીય વાયુસેનાના બે મોટા પરિવહન વિમાનો સી 130 અને આઈએલ 76 મારફતે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ અને બચાવ ટુકડીઓ કોલંબો મોકલી આપવામાં આવી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 132 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના દુખદ અહેવાલ છે.

ભારતીય વાયુસેના દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે 28 અને 29 નવેમ્બર 2025 ની રાત્રે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પરથી રાહત સામગ્રી ભરેલા વિમાનો રવાના કરવામાં આવ્યા હતા. આ વિમાનોમાં 21 ટન જેટલી રાશન જેવી રાહત સામગ્રી ઉપરાંત એનડીઆરએફના 80 થી વધુ જવાનો અને 8 ટન જેટલા બચાવ કામગીરીના સાધનો શ્રીલંકા પહોંચાડવામાં આવ્યા છે. ભારત સરકારે નેબરહુડ ફર્સ્ટની નીતિ અપનાવીને આ મુશ્કેલ સમયમાં શ્રીલંકાને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે પણ શનિવારે ઓપરેશન સાગર બંધુ અંગે નવી વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વાયુસેનાનું વધુ એક આઈએલ 76 વિમાન 9 ટન સામગ્રી અને શહેરી બચાવ ટુકડીઓને લઈને કોલંબો પહોંચ્યું છે. અત્યાર સુધીમાં હવાઈ અને દરિયાઈ માર્ગે કુલ મળીને 27 ટન સામગ્રી પહોંચતી કરવામાં આવી છે અને હજુ વધુ મદદ રસ્તામાં છે. અગાઉ ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગિરિ દ્વારા પણ મદદની પ્રથમ ખેપ મોકલવામાં આવી હતી. શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલનને કારણે હજારો પરિવારો અસરગ્રસ્ત થયા છે અને અનેક લોકો મુસીબતમાં મુકાયા છે.

આ દરમિયાન કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ શ્રીલંકામાં ફસાયેલા ભારતીય નાગરિકોની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા સાથે વાતચીત કરીને કોલંબો એરપોર્ટ પર અટવાયેલા અને તિરુવનંતપુરમ આવવા માંગતા મુસાફરોને મદદ કરવા રજૂઆત કરી હતી. રાહતના સમાચાર એ છે કે ભારતીય વાયુસેના દ્વારા રવિવારે સવારે 5 વાગ્યાથી વિશેષ ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે. જે ભારતીય નાગરિકોએ એરપોર્ટ પર હાઈ કમિશનના કંટ્રોલ રૂમમાં નોંધણી કરાવી છે તેમને આ ફ્લાઈટ્સ મારફતે સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી: 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે. નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું 'Pyxis Pioneer' જહાજ

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ: ટ્રમ્પે ઈરાનને આપી પાવર પ્લાન્ટ નાશ કરવાની ધમકી, તણાવ ચરમસીમાએ

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો: મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ભડકી! જાણો કેટલું નુકસાન

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ: હાઈવે પર પથ્થરમારો, પોલીસ વાહનોમાં તોડફોડ અને લાઠીચાર્જ; ગૌ-તસ્કરીના આરોપથી વાતાવરણ ગરમાયું

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ

હવામાન વિભાગની મોટી આગાહી: 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું સંકટ, ગુજરાતની શું છે આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં: બહેરીનના રાજા સાથે પીએમ મોદીની મહત્વપૂર્ણ ચર્ચા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ: કાબુલના મેડિકલ સેન્ટર માટે દવાઓનો જથ્થો રવાના

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!: પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!