Home National India Heatwave Alert 11 States World Hottest Cities

11 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર : વિશ્વના 50 સૌથી ગરમ શહેરોમાં તમામ ભારતના નોંધાયા

Heatwave alert issued in 11 states
Published by: Vaishnavi Pathak
Last Updated: May 23, 2026, 06:16 AM IST

11 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ અને બદલાતું હવામાન

દેશમાં આગામી 2 દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. શુક્રવારે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના 11 રાજ્યોમાં તાપમાન 40°C થી 47°C ની વચ્ચે નોંધાયું હતું. દેશમાં સૌથી વધુ 47.6°C તાપમાન ઉત્તર પ્રદેશના બાંદામાં અને 46.8°C મધ્ય પ્રદેશના નૌગાંવમાં નોંધાયું હતું. હવામાન વિભાગ (IMD) દ્વારા આ તમામ 11 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, પહાડી વિસ્તારો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, પરંતુ તે હાલમાં નબળું છે. પાકિસ્તાન અને બિહારની આસપાસ ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સર્જાયું છે, જ્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા અને એન્ટી સાયક્લોન એરિયા બન્યા છે. આ બદલાતા હવામાનના કારણે આજે દેશના કેટલાક રાજ્યોમાં વાતાવરણ પલટાઈ શકે છે.

કેટલાક રાજ્યોમાં વરસાદ સંભાવના

હવામાનમાં થઈ રહેલા આ ફેરફારોને કારણે દિલ્હી, પશ્ચિમ બંગાળ, લક્ષદ્વીપ તેમજ અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. બિહારના અરરિયા, જહાનાબાદ, નાલંદા અને સુપૌલમાં શુક્રવારે થયેલા વરસાદ દરમિયાન વીજળી પડવાથી 4 લોકોના મોત થયા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના ઝોઝિલા અને ઉત્તરાખંડના ચમોલી તથા પિથોરાગઢમાં હિમવર્ષા થઈ છે.

આ પણ વાંચો: અડધાથી વધુ ભારત હીટવેવની ઝપેટમાં | દેશના 35 શહેરોમાં રાત્રે પણ તાપમાન 30°C ને પાર ગયું | Offbeat Stories

વિશ્વના 50 સૌથી ગરમ શહેરોમાં તમામ ભારતના!

દેશમાં શુક્રવારે એક અસામાન્ય અને ચિંતાજનક રેકોર્ડ નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે જાહેર થયેલી દુનિયાના 50 સૌથી ગરમ શહેરોની યાદીમાં તમામ શહેરો ભારતના રહ્યા હતા. ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને હરિયાણાના ઘણા શહેરોમાં બપોર પહેલા જ પારો 42°C થી 44°C સુધી પહોંચી ગયો હતો. આ યાદીમાં એકલા ઉત્તર પ્રદેશના જ 22 શહેરો સામેલ હતા.

સવારે 10:50 વાગ્યે ઓડિશાનું બલાંગીર 45°C તાપમાન સાથે સૌથી ગરમ શહેર હતું. જોકે, બપોર થતાં જ મહારાષ્ટ્રના વિદર્ભના બ્રહ્મપુરીમાં દેશનું સૌથી વધુ 47.2°C તાપમાન નોંધાયું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં દુનિયાના 22 સૌથી ગરમ શહેરોમાં પારો 47°C ને પાર થઈ ગયો હતો અને આ તમામ શહેરો ભારતના જ હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now