Home National India Coal Gasification Project Lpg Lng Import Reduction

LPG તણાવનો અંત! : ભારત હવે કોલસામાંથી બનાવશે ગેસ, 25 નવા પ્લાન્ટને મંજૂરી

LPG Gas
Published by: Suman Dabhi
Last Updated: May 14, 2026, 04:28 AM IST

LPG Gas Update: મોદી સરકારે એક મહત્વાકાંક્ષી નિર્ણય લઈને દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનો મોટો પગલું ભર્યું છે. સરકારે કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેના દ્વારા કોલસાને ગેસમાં રૂપાંતરિત કરીને LPG, LNG અને અન્ય ગેસ આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં આવશે.

સરકારની મોટી યોજના

આ પ્રોજેક્ટ હેઠળ દેશના વિવિધ ભાગોમાં 25 કોલસા આધારિત ગેસ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. પ્લાન્ટ સ્થાપતી કંપનીઓને સરકાર તરફથી કુલ ખર્ચના 20% સબસિડી આપવામાં આવશે. આગામી 4-5 વર્ષમાં આ પ્લાન્ટ્સમાંથી ગેસ ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે. સરકારે આ સમગ્ર પ્રોજેક્ટ માટે ₹37,500 કરોડનું બજેટ જાહેર કર્યું છે, જેના દ્વારા ₹3 લાખ કરોડનું ખાનગી રોકાણ આકર્ષવાનો અંદાજ છે.

400 વર્ષનો કોલસો રિઝર્વ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત પાસે 400 અબજ ટનથી વધુ કોલસાનો ભંડાર છે. વર્ષે આશરે 1 અબજ ટન વપરાશને ધ્યાનમાં લેતાં દેશમાં ઓછામાં ઓછા 400 વર્ષ સુધી કોલસો પુરતો છે. ઉપરાંત 47 અબજ ટન લિગ્નાઇટનો ભંડાર પણ ઉપલબ્ધ છે.પ્રથમ તબક્કામાં દર વર્ષે 75 મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

યુપીમાં કુદરતી આફતનો વિનાશક કહેર!: ધૂળની આંધી અને વરસાદથી 33 લોકોના મોત, અનેક ઘાયલ, લોકોમાં ભયનો માહોલ

આ પ્રોજેક્ટથી શું થશે?

LNGની આયાતમાં 50%, યુરિયામાં 20%, એમોનિયામાં 100% અને મિથેનોલમાં 90%ની આયાત ઘટાડવામાં મદદ મળશે.

આશરે 50,000 લોકોને સીધી રોજગારી મળશે.

વિદેશી મુદ્રાની બચત અને ઊર્જા સુરક્ષામાં વધારો થશે.

ઈરાન-ઇઝરાયેલ તણાવ અને પશ્ચિમ એશિયાની અસ્થિરતાને કારણે ઊર્જા આયાત પરનું જોખમ વધ્યું છે. આવા સમયે સ્વદેશી કોલસાને ગેસમાં રૂપાંતરિત કરીને ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવાની દિશામાં મજબૂત પગલું ભરી રહ્યું છે. આ પ્રોજેક્ટ ભારતને "ઊર્જા આત્મનિર્ભર" બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now