Home Gujarat Ind Vs Sa Ahmedabad Metros Special Facility For T 20 Match

IND vs SA; T-20 મેચ માટે અમદાવાદ મેટ્રોની ખાસ સુવિધા! : GMRCનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો ખાસ સુવિધા વિશે

IND vs SA; T-20 મેચ માટે અમદાવાદ મેટ્રોની ખાસ સુવિધા!
Published by: Offbeat Team
| Last Updated: Dec 18, 2025, 08:44 AM IST

IND vs SA T-20 Match: નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. 19/12/2025 ના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાનારી T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મેચ પૂર્ણ થયા બાદ દર્શકોને સરળ, સુરક્ષિત અને સુવિધાજનક પરિવહન મળી રહે તે હેતુથી અમદાવાદ મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલે છે. પરંતુ T-20 મેચના દિવસે ખાસ વ્યવસ્થા હેઠળ રાત્રિના 10:00 વાગ્યા પછીથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી મેટ્રો સેવાઓ ચાલુ રહેશે. આ લંબાયેલ સમયગાળા દરમિયાન મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકશે.

GMRC દ્વારા ખાસ સુવિધા ઉપલબ્ધ કરાઈ

આ સ્ટેશનો પરથી મુસાફરો અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર મોટેરાથી APMC અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ—પરના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે. મેચ જોવા આવેલા ગાંધીનગરના દર્શકો માટે પણ GMRC દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સેક્ટર-1 (ગાંધીનગર) સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો અનુક્રમે રાત્રિના 11:40 વાગ્યે અને મધ્યરાત્રિના 12:10 વાગ્યે ઉપડશે. GMRC દ્વારા મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે T-20 મેચના દિવસ માટે ખાસ “સ્પેશ્યલ પેપર ટિકિટ” બહાર પાડવામાં આવી છે. આ ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ ₹50 નક્કી કરવામાં આવ્યું છે. આ ટિકિટ વડે લંબાવેલા સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અથવા સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદના બંને કોરિડોર તેમજ ગાંધીનગર કોરિડોરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરી શકાશે.

સ્પેશ્યલ પેપર ટિકિટ વગર મેટ્રોમાં પ્રવેશ નહીં મળે

રાત્રિના 10:00 વાગ્યા સુધી કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન, GMRC ટ્રાવેલ કાર્ડ, NCMC કાર્ડ, QR ડિજિટલ અને QR પેપર ટિકિટ પર નિયમિત ભાડા મુજબ પ્રવેશ મળશે. પરંતુ રાત્રિના 10:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર અથવા મોબાઇલ એપથી અગાઉ ખરીદેલી ટિકિટ રાત્રિના 10:00 વાગ્યા પછી માન્ય નહીં રહે. પ્રવાસીઓને પરત ફરતી વખતે લાંબી લાઈનમાં ઊભા રહેવું ન પડે તે માટે સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, જીએનએલયુ, ઇન્ફોસિટી અને સેક્ટર-1 મેટ્રો સ્ટેશન પરથી અગાઉથી ખરીદી શકાશે.

છેલ્લી ટ્રેનનો સમય

મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી એપીએમસી તરફની છેલ્લી મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના 12:30 વાગ્યે ઉપડશે, જ્યારે સેક્ટર-1 (ગાંધીનગર) તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના 12:10 વાગ્યે રવાના થશે. GMRCના આ નિર્ણયથી ક્રિકેટપ્રેમી દર્શકોમાં ખુશીનો માહોલ છે અને મોટા ઇવેન્ટ દરમિયાન જાહેર પરિવહનને પ્રોત્સાહન મળવાનું નિશ્ચિત છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો