Home Sports Ind Vs Nz Indian Team Announced For Odi Series Know Who Got A Place

IND vs NZ; ODI સિરીઝ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત! : Shubman Gill અને Shreyas Iyer નું ટીમમાં કમબેક, જાણો કોને મળ્યું સ્થાન

IND vs NZ; ODI સિરીઝ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત!
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 11:58 AM IST

ODI series against New Zealand: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 11 જાન્યુઆરી, 2026 થી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ સિરીઝની પ્રથમ મેચ વડોદરા ખાતે રમાશે.

શુભમન ગિલની કેપ્ટન

ટીમ માટે સૌથી મોટા સમાચાર કેપ્ટન શુભમન ગિલનું પુનરાગમન છે. ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ ગુમાવ્યા પછી, શુભમન ગિલ હવે સંપૂર્ણ ફિટ છે અને ન્યૂઝીલેન્ડ સામે ટીમનું નેતૃત્વ કરશે. તેમની ગેરહાજરીમાં કે. એલ રાહુલે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં કેપ્ટનસી કરી હતી.

શ્રેયસ ઐયરની પસંદગી

મિડલ ઓર્ડરના મજબૂત બેટ્સમેન શ્રેયસ ઐયરને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ તેમનું રમવું તેની ફિટનેસ પર આધાર રહે છે. તેઓ હાલમાં BCCI ની મેડિકલ ટીમ અને 'સેન્ટર ઓફ એક્સેલન્સ' (NCA) ના નિરીક્ષણ હેઠળ છે. ફિટનેસ ક્લિયરન્સ મળ્યા પછી જ તેઓ મેદાનમાં રમવા ઉતરી શકશે.

સિનિયર ખેલાડીઓનો દબદબો

સાઉથ આફ્રિકાના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાં સામેલ છે. પહેલા એવા રિપોર્ટ્સ હતા કે, વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં રેસ્ટ આપવામાં આવશે, જે હવે શક્ય નથી.

વિરાટ કોહલી: છેલ્લી સિરીઝમાં 2 સેન્ચુરી અને કુલ 302 રન બનાવી 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવાર્ડ જીત્યો હતો.

રોહિત શર્મા: 2 હાફ-સેન્ચુરી સાથે ફોર્મમાં જોવા મળ્યા છે.

જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને રેસ્ટ

ભવિષ્યની મહત્વની ટુર્નામેન્ટ્સને ધ્યાનમાં રાખીને, મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડયાના સ્થાને ઉભરતા સ્ટાર નીતિશ કુમાર રેડ્ડીને તક આપવામાં આવી છે.

બોલિંગ લાઇન-અપ

મોહમ્મદ સિરાજ: લાંબા સમય પછી સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

પેસ એટેક: અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણા બોલિંગ વિભાગ સંભાળશે.

સ્પીન વિભાગ: રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, મોહમ્મદ શમીને આ સિરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી.

વિકેટકીપિંગ અને ઓપનિંગ બેકઅપ

રિષભ પંત અને કે. એલ રાહુલ વિકેટકીપર તરીકે ટીમમાં છે, જેના કારણે ઇશાન કિશનને ફરી એકવાર બહાર રહેવું પડ્યું છે. સાઉથ આફ્રિકામાં સેન્ચુરી ફટકારનાર યશસ્વી જયસ્વાલને બેકઅપ ઓપનર તરીકે ટીમમાં રાખવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન - ફિટનેસને આધીન), રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી અને યશસ્વી જયસ્વાલ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now