Home Sports Ind Vs Eng Team India Stats With Jasprit Bumrah And Without Him In Test Cricket

"બુમરાહ રમે છે, ત્યારે ભારતીય ટીમ મેચ હારે છે" : દુનિયા જેના વખાણ કરે છે તે બોલર માટે કોણે આપ્યું આવું વિચિત્ર નિવેદન??

"બુમરાહ રમે છે, ત્યારે ભારતીય ટીમ મેચ હારે છે"
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 12:46 PM IST

ENGVSIND: ભારતીય ટીમના ફાસ્ટ બોલર jasprit bumrah વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે બે ટેસ્ટ મેચમાં 12 વિકેટ લીધી હતી, જેમાં બે વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે. બુમરાહે ભારત માટે લીડ્સ અને લોર્ડ્સ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે 23મી જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાનારી ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં jasprit bumrah રમશે કે નહીં તે હજુ નક્કી નથી. આ દરમિયાન એવા સવાલો થઈ રહ્યા છે કે, શું jasprit bumrah વગર ભારતીય ટીમના ટેસ્ટમાં જીતવાના ચાન્સ ઘટી જાય છે?

ઈંગ્લેન્ડ પ્રવાસમાં jasprit bumrah દ્વારા રમાયેલી બે ટેસ્ટ મેચ ભારતીય ટીમ હારી ગઈ હતી. જ્યારે jasprit bumrah એજબેસ્ટન ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો, જ્યાં આકાશ દીપ અને Mohammed Siraj એ શાનદાર બોલિંગ કરી હતી અને ભારતે 336 રનથી જીત મેળવી હતી. હવે jasprit bumrah અંગે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં તેમણે દાવો કર્યો છે કે, એવું કહેવાય છે કે જ્યારે jasprit bumrah રમે છે, ત્યારે ભારતીય ટીમ મેચ હારે છે. jasprit bumrah વિશ્વનો શ્રેષ્ઠ બોલર છે અને તે વ્યક્તિગત રીતે ખૂબ જ સારો છે.

jasprit bumrahએ ટેસ્ટ ડેબ્યૂ પાંચમી જાન્યુઆરી 2018માં દક્ષિણ આફ્રિકા સામે કર્યું હતું. ત્યારથી ભારતીય ટીમ કુલ 74 ટેસ્ટ મેચ રમી છે. jasprit bumrah આ 74 મેચોમાંથી 47 મેચ રમી છે. તેમણે રમેલી 47 ટેસ્ટ મેચોમાંથી ભારતે 20 ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમને 27 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે jasprit bumrah રમે છે ત્યારે જીતની ટકાવારી 42.55 રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now