Home Sports Ind Vs Eng Mohammed Shami Returns To International Cricket After 430 Days

IND vs ENG : હું મારા અંતિમ શ્વાસ સુધી... 430 દિવસ બાદ કમબેક કરવા તૈયાર છે શમી

IND vs ENG
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 06:31 AM IST

Mohammed Shami: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બુધવારથી ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ સાથે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. શમી 14 મહિનાના લાંબા અંતરાલ બાદ પુનરાગમન કરવા માટે તૈયાર છે. શમી 19 નવેમ્બર 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપની અંતિમ મેચમાં છેલ્લી વખત રમતો જોવા મળ્યો હતો.

મોહમ્મદ શમી ઈંગ્લિશ ટીમ સામે ટી20 સિરીઝની પ્રથમ મેચ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન પૂરી તાકાતથી બોલિંગ કરતો જોવા મળ્યો છે. આટલું જ નહીં તેમણે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચના બે દિવસ પહેલા એક કલાક સુધી બેટિંગની પણ પ્રેક્ટિસ કરી છે.

CABના કાર્યક્રમમાં શમીએ આપી હાજરી
ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન પછી શમીએ ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ (CAB) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં બંગાળની મહિલા અન્ડર-15 ચેમ્પિયન ટીમ અને અંડર-19 ટીમની યુવા યુવતીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શમીએ જણાવ્યું કે, કેવી રીતે દેશ માટે રમવાની તેની ભૂખે તેને વાપસી કરવા માટે પ્રેરિત કર્યો.



શમીએ કાર્યક્રમમાં કહ્યું કે, 'પહેલી વાત જે મને મહેસૂસ થાય છે, તે એ છે કે દેશ માટે રમવાની ભૂખ ક્યારેય ખતમ ન થવી જોઈએ. ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાની ભૂખ હંમેશા હોવી જોઈએ. હું મારા અંતિમ શ્વાસ સુધી ભારત માટે રમવા માંગુ છું.'

આવું રહ્યું છે શમીની આંતરરાષ્ટ્રીય કરિયર
ઉલ્લેખનીય છે કે, શમી ભારતના મહાન ફાસ્ટ બોલરોમાંથી એક છે, જેમણે દેશ માટે 64 ટેસ્ટ અને 101 વનડે મેચ રમી છે. આમાં તેમણે અનુક્રમે 229 અને 195 વિકેટ લીધી છે. આ ફાસ્ટ બોલરે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 23 મેચ રમી છે અને 24 વિકેટ લીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now