Home Sports Ind Vs Eng Harshit Rana Name Got A Shameful Record In His Debut Match Phil Salt Beat Him Badly

ટીમ ઈન્ડિયાના બોલરની સૌથી મોંઘી ઓવર : IND vs ENG: ડેબ્યૂ મેચમાં હર્ષિત રાણાના નામે જોડાયો શરમજનક રેકોર્ડ, ફિલ સોલ્ટે ખરાબ રીતે ધોયો

ટીમ ઈન્ડિયાના બોલરની સૌથી મોંઘી ઓવર
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2025, 05:57 PM IST

India vs England 1st ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સીરિઝની પહેલી મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ડેબ્યૂ કરવાની તક મળી છે. જ્યારે, હર્ષિત રાણાના નામે તેની ડેબ્યૂ મેચમાં એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે.

ડેબ્યૂ મેચમાં જ હર્ષિતનો શરમજનક રેકોર્ડ
ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ઈજાના કારણે ODI સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે હર્ષિત રાણાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. કેપ્ટન રોહિતે ઇનિંગની છઠ્ઠી ઓવર હર્ષિત દ્વારા ફેંકી હતી. આ ઓવરમાં ફિલ સોલ્ટે હર્ષિતને ખરાબ રીતે ધોયો હતો.

હર્ષિતે આ ઓવરમાં કુલ 26 રન આપ્યા હતા. જેમાં રાણાએ 3 સિક્સર અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. વનડેમાં ડેબ્યૂ કરતા આ કોઈ ભારતીય બોલરની સૌથી મોંઘી ઓવર બની ગઈ છે. આ પહેલાકોઈ પણ ભારતીય બોલરે ODI ક્રિકેટમાં ડેબ્યૂ કરતી વખતે આટલા રન આપ્યા નહોતા. આ પહેલા હર્ષિતને ટી20 સીરિઝમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. જેમાં હર્ષિતે શાનદાર પ્રદર્શન કર્યું અને 3 વિકેટ લીધી હતી.

હર્ષિતે કરી શાનદાર વાપસી
આ પછી હર્ષિત રાણાએ બોલિંગમાં શાનદાર વાપસી કરી. હર્ષિતે એક જ ઓવરમાં 2 વિકેટ લઈને ટીમ ઈન્ડિયા માટે શાનદાર વાપસી કરી હતી. 10મી ઓવરમાં હર્ષિતે હેરી બ્રુક અને બેન ડકેટને પેવેલિયન મોકલી દીધા. આ મેચમાં બેન ડકેટે 32 રન બનાવ્યા અને હેરી બ્રુક ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now