Home Sports Ind Vs Eng 4th Test Team India Is Yearning For Victory In Manchester For 89 Years Shubman Gill

ENGVSIND: ચોથી ટેસ્ટ કોણ જીતશે? : માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયા માટે કપરા ચઢાણ, 89 વર્ષથી નથી જીત્યું એક પણ ટેસ્ટ

ENGVSIND: ચોથી ટેસ્ટ કોણ જીતશે?
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2025, 12:05 PM IST

ENGVSIND: ટીમ ઈન્ડિયા હવે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમશે. અત્યાર સુધી આ સીરિઝમાં ત્રણ ટેસ્ટ મેચ રમાઈ છે જેમાં ઈંગ્લેન્ડે બે જ્યારે ભારતે એક મેચ જીતી છે. શ્રેણીમાં ઈંગ્લેન્ડ 2-1થી આગળ છે. હવે જો ટીમ ઈન્ડિયા આ શ્રેણી જીતવી હોય તો, ટીમ ઈન્ડિયાએ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ચોથી ટેસ્ટ જીતવી જરૂરી છે. પરંતુ ચાહકો માટે ખરાબ સમાચાર એ છે કે ભારતે આ સ્ટેડિયમમાં એક પણ ટેસ્ટ મેચ જીતી નથી. તેઓ 89 વર્ષથી અહીં જીતની રાહ જોઈ રહ્યા છે.

ઓલ્ડ ટ્રેફોર્ડમાં ભારતનો શરમજનક રેકોર્ડ

ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ભારત 1936 થી અહીં કુલ 9 ટેસ્ટ રમ્યું છે, જેમાંથી 5 મેચ ડ્રો રહી છે જ્યારે ચાર મેચમાં હાર થઈ છે. આ 4 મેચમાંથી બે મેચ ટીમ ઈન્ડિયા 100થી વધુ રનથી હાર્યું છે.

લોર્ડ્સ ટેસ્ટમાં 22 રનથી પરાજય

લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પ્રથમ ઇનિંગમાં 10 વિકેટે 387 રન બનાવ્યા. તેમના માટે જો રૂટે 104 અને જેમી સ્મિથ અને બ્રાયડન કાર્સે અનુક્રમે 51 અને 56 રન બનાવ્યા. આ પછી, ભારતે પણ 10 વિકેટે 387 રન બનાવ્યા. તેમની તરફથી કેએલ રાહુલે 100, રિષભ પંતે 74 અને રવિન્દ્ર જાડેજાએ 72 રન બનાવ્યા. બીજા ઇનિંગમાં, ઇંગ્લેન્ડે 10 વિકેટ ગુમાવ્યા બાદ 192 રન બનાવ્યા અને ભારત સામે 193 રનનો લક્ષ્યાંક મૂક્યો, જે ભારતીય ટીમ હાંસલ કરી શકી નહીં અને 170 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now