Home Sports Ind Vs Aus What Happen If Team India Loses Gabba Test Against Australia Wtc Final Scenario

WTC ફાઈનલ ભૂલી જાઓ! : ગાબામાં હારશે તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધશે,આ ટીમો પર રહેવું પડશે નિર્ભર

WTC ફાઈનલ ભૂલી જાઓ!
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2024, 08:06 AM IST

WTC Scenario: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે લગભગ 445 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતનો ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ ગયો છે. એડિલેડ બાદ ગાબામાં પણ ટીમ ઈન્ડિયા પર હારના વાદળો છવાઈ રહ્યા છે. જો ટીમ ઈન્ડિયા ગાબામાં હાર થશે તો તેની WTC ફાઈનલ 2025 રમવાની આશાઓને પણ મોટો પાણી ફરી વળશે. ચાલો જોઈએ કે જો ભારત ગાબામાં હારી જાય છે, તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ શું હશે અને તેની WTC ફાઈનલ માટેના સમીકરણો શું હશે.


ગાબામાં હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની શું હાલત થશે?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલની રેસમાં માત્ર દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ભારત અને ઓસ્ટ્રેલિયા બાકી છે. હાલમાં દક્ષિણ આફ્રિકા 63.33 ટકા અંકો સાથે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા 60.71 ટકા અંકો સાથે બીજા ક્રમે અને ટીમ ઈન્ડિયા 57.29 ટકા અંકો સાથે ત્રીજા નંબર પર છે. જો ટીમ ઈન્ડિયા ગાબા ટેસ્ટ હારી જશે તો તે ત્રીજા નંબર પર રહેશે પરંતુ તેના પોઈન્ટ ઓછા થઈ જશે.


આ પછી જો ટીમ ઈન્ડિયા સિરીઝની બાકીની બન્ને મેચો જીત મેળવે છે, તો તેના પોઈન્ટ 58.8% અને ઓસ્ટ્રેલિયાના પોઈન્ટ 57% થશે. ત્યારબાદ ભારત નંબર 2 અને ઓસ્ટ્રેલિયા નંબર 3 પર આવશે. જો ભારતીય ટીમ કોઈ અન્ય ટીમ પર આધાર રાખ્યા વિના સીધા જ WTC ફાઈનલ 2025માં પ્રવેશવા માંગે છે, તો તેમણે ગાબા ટેસ્ટ જીતવી પડશે અને તે પછી તેમણે સિરીઝની બાકીની બે મેચો પણ જીતવી પડશે.


ભારતના WTC 2025 ફાઈનલ માટે અન્ય સમીકરણો

જો ટીમ ઈન્ડિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-3 અથવા 1-4થી હારી જશે તો તે WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં જગ્યા બનાવી લેશે. જો BGT 2-2 થી ડ્રો થાય છે તો ટીમ ઈન્ડિયાને WTCમાં પહોંચવા માટે શ્રીલંકા કમાલ કરવો પડશે. શ્રીલંકાને ઘરઆંગણે બે મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો વ્હાઇટવોશ કરવો પડશે. આ સિવાય એક અન્ય સમીકરણ એ છે કે જો BGT ઓસ્ટ્રેલિયા 3-2 થી જીતે છે, તો દક્ષિણ આફ્રિકાને પાકિસ્તાન સામે ઘરઆંગણે બન્ને ટેસ્ટ મેચ હારવી પડશે, તો ટીમ ઈન્ડિયાને તક મળશે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની ઓછામાં ઓછી એક મેચ ડ્રો હોવી જ જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now