IND vs AUS 2nd T20I Match Melbourne Cricket Ground: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરવા આવેલ ભારતે બીજી T20I ખરાબ પ્રદર્શન કરીને માત્ર 18.4 ઓવરમાં 125 રન બનાવીને ઓલ-આઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 126 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા તરફથી Marcus Stoinis અને Xavier Bartlett નોટઆઉટ રહીને ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી જીત આપવી. જાણો કઈ ટીમમાંથી કોનું પ્રદર્શન સારું રહ્યું.
ભારતીય ટીમની બેટિંગ
પ્રથમ બેટિંગ કરવા આવેલ ભારતીય ટીમ તરફથી ખાલી અભિષેક શર્મા અને હર્ષિત રાણા ડબલ-ડિજિટ સ્કોર કરી શક્યા બાકીના બધા ભારતીય બેટ્સમેન સિંગલ-ડિજિટમાં થયા આઉટ. શુભમન ગિલ 10 બોલમાં 5 રન, સંજુ સેમસન 4 બોલ 2 રન, કેપ્ટન સુર્યકુમાર યાદવ 4 બોલ 1 રન, તિલક વર્મા 2 બોલ 0 રન, અક્ષર પટેલ 12 બોલમાં 7 રન, શિવમ દુબે 2 બોલમાં 4 રન, કુલદીપ યાદવ 6 બોલમાં 0 રન, વરુણ ચક્રવર્તી નોટઆઉટ રહ્યો અને જસપ્રીત બુમરાહ 0 રનમાં થયો રનઆઉટ. અભિષેક શર્મા 37 બોલમાં 68 રન બનાવ્યા પરંતુ ટીમના સ્કોરને આગળના વધારી શક્યો. હર્ષિત રાણાએ 33 બોલમાં 35 રન ફટકાર્યા.
ઓસ્ટ્રેલિયન ટીમની બોલિંગ
જોશ હેઝલવુડે 4 ઓવરમાં 13 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી. ઝેવિયર બાર્ટલેટે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ, નાથન એલિસ 3.4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ, માર્કસ સ્ટોઇનિસે 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ, મિશેલ ઓવેને 1 ઓવરમાં 13 રન આપ્યા અને મેથ્યુ કુહનેમેને 2 ઓવરમાં 14 રન આપીને એક પણ વિકેટ ન લીધી.
ઓસ્ટ્રેલિયન ટીમની બેટિંગ
મિશેલ માર્શ 26 બોલમાં 46 રન, ટ્રેવિસ હેડ 15 બોલમાં 28 રન, જોશ ઇંગ્લિસ 20 બોલમાં 20 રન, ટીમ ડેવિડ 2 બોલમાં 1 રન, મિશેલ ઓવેન 10 બોલમાં 14 રન, મેટ શોર્ટ 1 બોલમાં 0 રન બનાવી શક્યા. માર્કસ સ્ટોઇનિસ 6 બોલમાં 6 રન અને ઝેવિયર બાર્ટલેટ બંને નોટઆઉટ રહીને ઓસ્ટ્રેલિયાને જીત આપવી.
ભારતીય ટીમની બોલિંગ
જસપ્રીત બૂમરાહ 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ, હર્ષિત રાણા 2 ઓવરમાં 27 રન આપીને 0 વિકેટ, વરુણ ચક્રવર્તી 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ અને કુલદીપ યાદવે 3.2 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ લીધી.
પ્લેયર ઓફ ધ મેચ
જોશ હેઝલવુડને તેના શાનદાર બોલિંગ પ્રદર્શનને કારણે પ્લેયર ઓફ ધ મેચ એવાર્ડ આપવામાં આવ્યો.





















