Home Sports Ind Vs Aus 4th Test Day 2 Virat Kohli Yashasvi Jaiswal Melbourne

IND vs AUS : માત્ર 8 બોલમાં જ પલટી ગયો આખો ખેલ? એક જ ઝાટકે બેકફૂટ પર ટીમ ઈન્ડિયા

IND vs AUS
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2024, 08:21 AM IST

India vs Australia 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. આજે મેચનો બીજો દિવસ હતો અને બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બીજા દિવસે એક સમય એવો હતો કે જ્યારે ટીમ ઈન્ડિયા સારી સ્થિતિમાં જોવા મળી રહી હતી, પરંતુ ત્રીજા સેશનની છેલ્લી કેટલીક ઓવરોમાં ઓસ્ટ્રેલિયાએ બાજી ફેરવી નાખી હતી. વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ વચ્ચેની 102 રનની પાર્ટનરશિપને કારણે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા ધીરે-ધીરે મેચ પર કબજો જમાવી રહી છે, પરંતુ માત્ર 8 બોલમાં જ આખી કહાની બદલાઈ ગઈ. બે સેટ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દેતા ટીમ ઈન્ડિયા અચાનક બેકફૂટ પર આવી ગઈ.

8 બોલમાં રમત કેવી રીતે બદલાઈ?
યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી બીજા દિવસે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા હતા. જયસ્વાલ ધીમે ધીમે તેની સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ બન્ને ખેલાડીઓ વચ્ચે રન લેવામાં મોટી ભૂલ થઈ અને જયસ્વાલે પોતાની વિકેટ ગુમાવવી પડી.

જ્યાર બાદ ફેન્સની નજર વિરાટ કોહલી પર ટકેલી હતી, વિરાટ પણ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને ધીમે-ધીમે પોતાની અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ કોહલીને સ્કોટ બોલેન્ડના બોલમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. માત્ર 8 બોલમાં જ ટીમ ઈન્ડિયાએ તેના બે સેટ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયા ફરી એકવાર બેક ફૂટ પર આવી ગઈ હતી.

બીજા દિવસે ભારતે બનાવ્યા 164 રન
બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 164 રન બનાવી લીધા હતા. આ દરમિયાન ભારતે તેની પાંચ વિકેટ પણ ગુમાવી દીધી હતી. હવે ટીમ ઈન્ડિયા ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે, જયસ્વાલ સિવાય ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ફરીથી ફ્લોપ સાબિત થયો છે.

બીજા દિવસે બેટિંગ કરતી વખતે યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 82 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય વિરાટ કોહલી 36 રન, કેએલ રાહુલ 24 રન, રોહિત શર્મા 3 અને આકાશ દીપ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતો. હાલમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાથી 310 રન પાછળ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now