Home Sports Ind Vs Aus 3rd T20 2025 India Face A Challenge Of 187

IND vs AUS 3rd T20 2025 : ઓસ્ટ્રેલિયાએ 186 રન ફટકાર્યા! અર્શદીપે 3, ચક્રવર્તીએ 2 વિકેટ ઝડપી; ભારત સમક્ષ 187નો પડકાર!

IND vs AUS 3rd T20 2025
Published by: OBS Bureau
Last Updated: Nov 02, 2025, 10:41 AM IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટી20આઈમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 186 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો. ટિમ ડેવિડે 38 બોલમાં 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી ભારતીય બોલરોની ધોલાઈ કરી, જ્યારે માર્કસ સ્ટોઈનિસે ડેથ ઓવરમાં 39 બોલમાં 64 રન વડે તોફાન મચાવ્યું. ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો, જેણે 3 વિકેટ ઝડપી. વરુણ ચક્રવર્તીએ પણ અસરકારક બોલિંગ કરતાં 2 વિકેટ લીધી.

મિશેલ ઓવેન ખાતું ખોલ્યા વિના પેવેલિયન ભેગો

મેચની શરૂઆતમાં ભારતીય બોલરોએ દબદબો બનાવ્યો હતો. માત્ર 14 રનમાં ઓસ્ટ્રેલિયાની બે વિકેટ પડી ગઈ. જોકે, ટિમ ડેવિડે એક છેડે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો. તેણે 8 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 74 રન બનાવ્યા. 9મી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ મિશેલ માર્શને આઉટ કરીને વિકેટનો સિલસિલો શરૂ કર્યો. મિશેલ ઓવેન ખાતું ખોલ્યા વિના પેવેલિયન ભેગો થયો. ડેવિડ 118 રનના સ્કોર પર આઉટ થતાં ઓસ્ટ્રેલિયાએ પાંચમી વિકેટ ગુમાવી.

ઓસ્ટ્રેલિયાએ 186 રન ફટકાર્યા

ત્યારબાદ માર્કસ સ્ટોઈનિસ અને મેથ્યુ શોર્ટે જવાબદારી સંભાળી. બંનેએ 39 બોલમાં 64 રનની મહત્વની ભાગીદારી કરી. સ્ટોઈનિસે 8 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 64 રન ફટકાર્યા, જ્યારે શોર્ટે 26 રનનું યોગદાન આપ્યું. આની મદદથી ઓસ્ટ્રેલિયા 186 સુધી પહોંચ્યું. ભારતીય બોલિંગમાં અર્શદીપ સિંહે 3 વિકેટ, વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ અને શિવમ દુબેએ 1 વિકેટ લીધી. શ્રેણીમાં 0-1થી પાછળ રહેલી ટીમ ઈન્ડિયાને શ્રેણી જીવંત રાખવા માટે આ 187 રનના લક્ષ્યાંકનો પીછો કરીને જીત મેળવવી જરુરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now