Home Gujarat Income Tax Raid On Toll Plaza In Sabarkantha Province

સાબરકાંઠાના પ્રાંતિજમાં ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ રેડ : વ્યવહારોમાં ગરબડની આશંકા, ચુસ્ત બંદોબસ્ત

સાબરકાંઠાના પ્રાંતિજમાં ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ રેડ
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 11:12 AM IST

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ ઈન્કમ ટેક્સના અધિકારીઓની ટીમો દ્વારા ટોલ પ્લાઝા પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે ચર્ચા સર્જાઈ છે.

ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સની તપાસ

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ટોલ પ્લાઝાની મુખ્ય કચેરી તેમજ તેની સાથે સંકળાયેલા અન્ય સ્થળોએ પણ તપાસ કરવામાં આવી રહી છે. ટોલ પ્લાઝાની ઓફિસમાં પંદરથી વધુ ઈન્કમ ટેક્સ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની વિગતવાર ચકાસણી ચાલી રહી છે.

વ્યવહારોમાં કોઈ પ્રકારની ગરબડ હોવાની આશંકા

સર્ચ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સહિતના સુરક્ષા કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટોલ પ્લાઝાના વ્યવહારોમાં કોઈ પ્રકારની ગરબડ હોવાની આશંકાને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ સર્ચ કાર્યવાહી ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા વધુ વિગતો જાહેર કરવામાં આવશે તેમ આઈટી ટીમે જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now