ICC T20 World Cup 2026 Prize Money: તાજેતરમાં જ આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2026નું શાનદાર સમાપન થયું છે. ભારતે આ ટુર્નામેન્ટમાં વિજય મેળવીને વિશ્વભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે. હવે આઈસીસી (ICC) દ્વારા આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 20 ટીમો માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે.
ભારત અને શ્રીલંકાએ કરી હતી યજમાની
ટી-20 વર્લ્ડ કપ 2026ની યજમાની સંયુક્ત રીતે ભારત અને શ્રીલંકા દ્વારા કરવામાં આવી હતી. રોમાંચક ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
વિજેતા અને રનર-અપ ટીમોને મળેલી રકમ
ટુર્નામેન્ટ પૂરી થયા બાદ આઈસીસીએ ટીમોના પ્રદર્શનના આધારે કરોડો રૂપિયાની વહેંચણી કરી છે. ખિતાબ જીતનાર ભારતીય ટીમને અંદાજે ₹24.28 કરોડ મળ્યા છે. ફાઈનલમાં હારનાર ન્યૂઝીલેન્ડની ટીમને ₹13.09 કરોડનું ઈનામ મળ્યું છે. સેમીફાઈનલ સુધી પહોંચનાર આ ટીમને ₹9.25 કરોડ મળ્યા છે. અન્ય સેમીફાઈનલિસ્ટ ઈંગ્લેન્ડને ₹8.96 કરોડ પ્રાપ્ત થયા છે.
પાકિસ્તાન અને અન્ય ટીમોની સ્થિતિ
પાકિસ્તાન માટે આ વર્લ્ડ કપ નિરાશાજનક રહ્યો હતો, કારણ કે તેમનો પ્રવાસ સુપર-8 સ્ટેજમાં જ પૂરો થઈ ગયો હતો. તેમ છતાં, આઈસીસીના નિયમો મુજબ તેમને પણ મોટી રકમ મળી છે. પાકિસ્તાનને ₹4.52 કરોડ, ઈટાલી ₹2.36 કરોડ, નેધરલેન્ડ ₹2.36 કરોડ, યુએઈ (UAE) ₹2.36 કરોડ અને નેપાળ ₹2.36 કરોડ મળ્યા છે.
આઈસીસી દ્વારા આપવામાં આવતી આ રકમ ટીમોના ગ્રુપ સ્ટેજ અને નોકઆઉટ સ્ટેજના પ્રદર્શનના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે 20 ટીમોના સમાવેશને કારણે ઈનામી રકમનું માળખું ઘણું મોટું રાખવામાં આવ્યું હતું.




















