Home Religion If You Marry For Love Then Why Do You Ask For Divorce Premanand Maharaj

“પ્રેમ માટે લગ્ન કરો છો, તો છૂટાછેડા કેમ માંગો છો?” : પ્રેમાનંદ મહારાજનો યુવાનોને સીધો સવાલ

“પ્રેમ માટે લગ્ન કરો છો, તો છૂટાછેડા કેમ માંગો છો?”
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 05:41 AM IST

Premanand Maharaj: ”વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજે પ્રેમ લગ્ન અને વધતા જતા છૂટાછેડાના કેસો પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે આજના યુવાનો પ્રેમના નામે લગ્ન કરે છે, પણ થોડા સમયમાં જ એ જ પ્રેમ ભૂલીને છૂટાછેડા માગે છે.

મહારાજ કહે છે:

“તમે પ્રેમ લગ્ન કરો છો અને પછી છૂટાછેડાની વાત કરો છો. પ્રેમ લગ્ન એટલે પ્રેમ! જો કોઈ તમને સાચા દિલથી સ્વીકારે છે તો તે જીવનભર તમારી સાથે રહેશે, ક્યારેય બીજે તરફ જોશે નહીં. આ જ પ્રેમ લગ્નનો અર્થ છે.”

યુવાનોને લગ્ન પહેલાં અને પછી અસીમ સ્વતંત્રતા જોઈએ છે

તેમણે આગળ જણાવ્યું કે આજના યુવાનોને લગ્ન પહેલાં અને પછી પણ અસીમ સ્વતંત્રતા જોઈએ છે. જ્યારે બે વ્યક્તિના વિચારો થોડા પણ અલગ પડે કે લાગણીઓ ઠંડી પડે, તર્ક કરવાને બદલે અલગ થવાનો રસ્તો અપનાવે છે. થોડા સમયમાં નવો સંબંધ બાંધે છે, પણ એક-બે વર્ષમાં જૂના પાર્ટનરની યાદ આવે ત્યારે ફરી પાછા ભટકવા લાગે છે. આ ચક્ર સતત ચાલ્યા કરે છે અને સંબંધોનું મૂળ જ નાશ પામે છે.

મહારાજનું સ્પષ્ટ માનવું છે કે પ્રેમ લગ્નની આ નવી પદ્ધતિ લાંબા ગાળે યોગ્ય નથી. તેમણે કહ્યું:

“જ્યારે લાગણીઓ ડગમગે ત્યારે મન ભટકે છે. એટલે જ સંબંધો ટકતા નથી. ધર્મનું પાલન કરીએ, કર્તવ્યનું ભાન રાખીએ તો જ સંબંધો મજબૂત રહી શકે.

”પ્રેમાનંદ મહારાજના આ શબ્દો આજના યુવા વર્ગ માટે એક મોટો પ્રશ્ન ઉભો કરે છે: શું પ્રેમ ફક્ત શરૂઆતની લાગણી છે કે જીવનભરની જવાબદારી અને સમર્પણ?

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now