Home Gujarat If The Indian Womens Cricket Team Wins The World Cup There Will Be Prizes

મહિલા વર્લ્ડકપને લઈ સુરતના ઉદ્યોગપતિઓની મોટી જાહેરાત : ભારત જીતશે તો દરેક મહિલા ક્રિકેટરને મળશે ડાયમંડ જ્વેલરી અને રૂફટોપ સોલાર

મહિલા વર્લ્ડકપને લઈ સુરતના ઉદ્યોગપતિઓની મોટી જાહેરાત
Published by: OBS Bureau
Last Updated: Nov 02, 2025, 11:14 AM IST

આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વુમન્સ વર્લ્ડ કપમાં ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. ત્યારે સુરતના બે ઉદ્યોગપતિઓએ મોટી જાહેરાત કરી છે કે જો ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતે તો તેઓ ક્રિકેટર માટે ઈનામ આપશે. સુરતના હીરા ઉદ્યોગપતિ જયંતી નારોલા અને ગોવિંદ ધોળકીયા દ્વારા મહિલા ખેલાડીઓને ડાયમંડ જ્વેલરી અને સોલાર પેનલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય મહિલા ટીમ વર્લ્ડકપ જીતે તો દરેક સભ્યને ગિફ્ટ આપવાની જાહેરાત

જયંતિ નારોલા અને ગોવિંદ ધોળકિયાએ જાહેર કર્યું છે કે જો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC મહિલા વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીતશે તો ટીમના દરેક સભ્યને બે ગિફ્ટ આપવામાં આવશે. ટીમના દરેક મહિલા ક્રિકેટરને કિંમતી નેચરલ ડાયમંડ જ્વેલરી (કુદરતી હીરાના દાગીના) ભેટ કરવામાં આવશે અને ભારતીય ટીમની દરેક મહિલા ક્રિકેટરના ઘરે રૂફટોપ સોલર પેનલ્સ લગાવી આપવામાં આવશે.
ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા BCCIને લખવામાં આવેલો પત્ર.આ અંગે ગોવિંદ ધોળકિયાએ BCCI ને સત્તાવાર પત્ર લખીને જાણ કરી છે. આ પત્રમાં તેમણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેમની શુભકામનાઓ પણ પાઠવી છે અને આ ભેટ દ્વારા મહિલા ખેલાડીઓ પ્રત્યેનું પોતાનું સન્માન વ્યક્ત કર્યું છે.

ભારતની ફૂલ સ્કવોડ : શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, અમનજોત કૌર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર,સ્નેહ રાણા, અરુંધતી રેડ્ડી અને હરલીન દેઓલ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now