Home Automobile Icoma Tatamel Foldable Suitcase Electric Bike Launch Price

પાર્કિંગની માથાકૂટનો કાયમી અંત : જાપાની કંપનીએ લોન્ચ કરી સૂટકેસમાં ફેરવાઈ જતી અનોખી ઇલેક્ટ્રિક બાઇક

પાર્કિંગની માથાકૂટનો કાયમી અંત
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 02:30 AM IST

ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે EV ના ક્ષેત્રમાં ટેકનોલોજી હવે નવા શિખરો સર કરી રહી છે. જાપાનની પ્રખ્યાત કંપની Icoma દ્વારા એક એવી ક્રાંતિકારી ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરવામાં આવી છે, જેને જોઈને તમે દંગ રહી જશો. 'Tatamel' નામની આ બાઇકની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેને ફોલ્ડ કરીને તમે નાનકડી સૂટકેસમાં ફેરવી શકો છો. આ ખાસિયતના કારણે તમારે હવે બાઈકને રોડ પર પાર્ક કરવાની જરૂર નથી, તમે તેને લિફ્ટ કે ઓફિસમાં તમારી સાથે લઈ જઈ શકો છો.

ફોલ્ડ થયા બાદ કદમાં થઈ જાય છે અડધી

Tatamel જ્યારે રસ્તા પર ચાલતી હોય ત્યારે તે એક આકર્ષક નાના સ્કૂટર જેવી દેખાય છે, પરંતુ તેનો ઉપયોગ પૂર્ણ થયા પછી તેને ફોલ્ડ કરવાથી તેનું કદ માત્ર 27 x 27 x 10 ઇંચ જેટલું જ રહી જાય છે. જોકે તેનું વજન આશરે 63 કિલોગ્રામ છે, પરંતુ કંપનીએ તેની નીચે નાના વ્હીલ્સ આપ્યા છે. જેના કારણે તમે તેને ભારે સૂટકેસની જેમ ખેંચીને ગમે ત્યાં લઈ જઈ શકો છો. આ ડિઝાઇનના કારણે ગીચ શહેરોમાં પાર્કિંગની મોટી સમસ્યા હલ થઈ જશે.

નાના કદમાં પાવરફુલ ફિચર્સ

કદમાં નાની હોવા છતાં આ બાઇક પર્ફોર્મન્સમાં શક્તિશાળી છે. Tatamel ના મુખ્ય ફિચર્સ નીચે મુજબ છે:

  • ટોપ સ્પીડ: આ બાઇક 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

  • રેન્જ: એકવાર ફૂલ ચાર્જ કર્યા પછી તે અંદાજે 30 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

  • મોટર પાવર: તેમાં 600W ની ક્ષમતા ધરાવતી મોટર લગાવવામાં આવી છે.

  • લોડ કેપેસિટી: આ નાનકડી બાઇક 100 કિલોગ્રામ સુધીનું વજન વહન કરી શકે છે.

  • સુવિધાઓ: આરામદાયક મુસાફરી માટે આગળ અને પાછળ Suspension આપેલા છે, સાથે જ મોબાઈલ ચાર્જ કરવા માટે USB Port ની સુવિધા પણ મળે છે.

કસ્ટમાઇઝેશન અને કિંમત

આ બાઇકની બીજી એક ખાસ વાત એ છે કે, તેના સાઇડ પેનલ્સને તમે તમારી મનપસંદ ફોટો, ડિઝાઇન કે કંપનીના લોગોથી કસ્ટમાઇઝ કરી શકો છો. કિંમતની વાત કરીએ તો, Icoma Tatamel ની કિંમત આશરે ¥498,000 (જાપાનીઝ યેન) છે, જે ભારતીય ચલણ મુજબ અંદાજે 2.85 લાખ રૂપિયા થાય છે. જે લોકો ઓફિસ જવા માટે ટૂંકા અંતરની મુસાફરી કરે છે અને પાર્કિંગની કમીનો સામનો કરે છે, તેમના માટે આ એક પરફેક્ટ ગેજેટ સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now