How much prize money will the winner and runner-up receive: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવાર, 2 નવેમ્બરના રોજ રમાશે. આ મેચ નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. ભારત કે સાઉથ આફ્રિકામાંથી કોઈએ હજુ સુધી મહિલા વર્લ્ડ કપ જીત્યો નથી. આ બંને ટીમો માટે એક ઐતિહાસિક ક્ષણ હશે. ફાઇનલ મેચ રોમાંચક હોવાની અપેક્ષા છે.
વિજેતા અને રનર-અપને ઇનામી રકમ કેટલી મળશે?
આ વર્ષના વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ પર પૈસાનો વરસાદ થશે. મહિલા વર્લ્ડ કપની 13મી સિઝનની વિજેતા ટીમને 4.48 મિલિયન ડોલર (આશરે 40 કરોડ રૂપિયા) મળશે. આ રકમ ઓસ્ટ્રેલિયાની 2022ની ઇનામી રકમ (1.32 મિલિયન ડોલર) કરતાં 239% વધુ છે. બીજા ક્રમે રહેનાર ટીમ (રનર-અપ) ને $2.24 મિલિયન (આશરે 20 કરોડ) મળશે. આ રકમ 2022માં ઇંગ્લેન્ડને મળેલા $600,000 કરતા 273% વધુ છે.
અન્ય ટીમોને કેટલી રકમ મળશે?
બે હારેલી સેમિફાઇનલ ટીમો (ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ) ને $1.12 મિલિયન (આશરે રૂ.9.3 કરોડ) ની રકમ મળશે. આ રકમ છેલ્લા વર્લ્ડ કપમાં ફક્ત $300,000ની હતી. પોઈન્ટ ટેબલમાં પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેલી ટીમો (શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ) ને રકમ $700,000 (આશરે રૂ.5.8 કરોડ) મળશે. અને પોઇન્ટ્સ ટેબલમાં સાતમાં અને આઠમાં ક્રમે રહેલી ટીમ (બાંગ્લાદેશ અને પાકિસ્તાન) ને રકમ $280,000 (આશરે રૂ.2.3 કરોડ) મળશે.





















