T20 World Cup : ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ICC એ 12 જૂન 2026 થી શરૂ થનારા મહિલા T20 વર્લ્ડ કપ માટેનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ વખતે ટુર્નામેન્ટની યજમાની ઈંગ્લેન્ડ કરી રહ્યું છે. 10માં એડિશનમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે, જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 33 રોમાંચક મેચો રમાશે.
ટુર્નામેન્ટની શરૂઆત અને ગ્રુપની વિગત
આ મેગા ઈવેન્ટની શરૂઆત 12 જૂનના રોજ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચથી થશે. આ મેચ એજબેસ્ટનમાં રમાશે. ટીમોની વાત કરીએ તો ગ્રુપ-1 માં ભારત અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમો છે, જ્યારે ગ્રુપ-2 માં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને અન્ય ટીમોને સ્થાન મળ્યું છે.
ગ્રુપ 1 : ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ.
ગ્રુપ 2 : ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ.
ભારત vs પાકિસ્તાન : હાઇ-વોલ્ટેજ ડ્રામા
ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવાર, 14 જૂનના રોજ રમાશે. આ મેચ એજબેસ્ટનના મેદાન પર ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. બંને ટીમો એક જ ગ્રુપમાં હોવાથી આ મેચ ટુર્નામેન્ટના પ્રારંભિક તબક્કામાં જ જોવા મળશે.
નોકઆઉટ મેચો અને ફાઇનલ
ગ્રુપ સ્ટેજની તમામ મેચો બાદ ટોપની ટીમો સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. પ્રથમ સેમીફાઇનલ 30 જૂને અને બીજી સેમીફાઇનલ 2 જુલાઈએ ધ ઓવલ મેદાન પર રમાશે. જ્યારે વિશ્વ વિજેતાનો નિર્ણય 5 જુલાઈએ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાનારી ફાઇનલ મેચ દ્વારા થશે.
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ (IST મુજબ)
નંબર | તારીખ | મેચ | સ્ટેડિયમ | સમય (IST) |
|---|---|---|---|---|
1 | 12 જૂન, શુક્રવાર | ઈંગ્લેન્ડ vs શ્રીલંકા | એજબેસ્ટન | રાત્રે 12:00 |
2 | 13 જૂન, શનિવાર | સ્કોટલેન્ડ vs આયર્લેન્ડ | ઓલ્ડ ટ્રેફોર્ડ | બપોરે 3:00 |
3 | 13 જૂન, શનિવાર | ઓસ્ટ્રેલિયા vs સાઉથ આફ્રિકા | ઓલ્ડ ટ્રેફોર્ડ | સાંજે 7:00 |
4 | 13 જૂન, શનિવાર | વેસ્ટ ઇન્ડીઝ vs ન્યુઝીલેન્ડ | હેમ્પશાયર બાઉલ | રાત્રે 12:00 |
5 | 14 જૂન, રવિવાર | બાંગ્લાદેશ vs નેધરલેન્ડ્સ | એજબેસ્ટન | બપોરે 3:00 |
6 | 14 જૂન, રવિવાર | ભારત vs પાકિસ્તાન | એજબેસ્ટન | સાંજે 7:00 |
7 | 16 જૂન, મંગળવાર | ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા | હેમ્પશાયર બાઉલ | સાંજે 7:00 |
8 | 16 જૂન, મંગળવાર | ઈંગ્લેન્ડ vs આયર્લેન્ડ | હેમ્પશાયર બાઉલ | રાત્રે 12:00 |
9 | 17 જૂન, બુધવાર | ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ | હેડિંગ્લી | બપોરે 3:00 |
10 | 17 જૂન, બુધવાર | ભારત vs નેધરલેન્ડ્સ | હેડિંગ્લી | સાંજે 7:00 |
11 | 17 જૂન, બુધવાર | સાઉથ આફ્રિકા vs પાકિસ્તાન | એજબેસ્ટન | રાત્રે 12:00 |
12 | 18 જૂન, ગુરુવાર | વેસ્ટ ઇન્ડિઝ vs સ્કોટલેન્ડ | હેડિંગ્લી | રાત્રે 12:00 |
13 | 19 જૂન, શુક્રવાર | ન્યુઝીલેન્ડ vs આયર્લેન્ડ | હેમ્પશાયર બાઉલ | રાત્રે 12:00 |
14 | 20 જૂન, શનિવાર | ઓસ્ટ્રેલિયા vs નેધરલેન્ડ્સ | હેમ્પશાયર બાઉલ | બપોરે 3:00 |
15 | 20 જૂન, શનિવાર | પાકિસ્તાન vs બાંગ્લાદેશ | હેમ્પશાયર બાઉલ | સાંજે 7:00 |
16 | 20 જૂન, શનિવાર | ઈંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ | હેડિંગ્લી | રાત્રે 12:00 |
17 | 21 જૂન, રવિવાર | વેસ્ટ ઈન્ડિઝ vs શ્રીલંકા | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | બપોરે 3:00 |
18 | 21 જૂન, રવિવાર | સાઉથ આફ્રિકા vs ભારત | ઓલ્ડ ટ્રેફોર્ડ | સાંજે 7:00 |
19 | 23 જૂન, મંગળવાર | ન્યુઝીલેન્ડ vs સ્કોટલેન્ડ | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | બપોરે 3:00 |
20 | 23 જૂન, મંગળવાર | શ્રીલંકા vs આયર્લેન્ડ | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | સાંજે 7:00 |
21 | 23 જૂન, મંગળવાર | ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન | હેડિંગ્લી | રાત્રે 12:00 |
22 | 24 જૂન, બુધવાર | ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ | લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ | રાત્રે 12:00 |
23 | 25 જૂન, ગુરુવાર | ભારત vs બાંગ્લાદેશ | ઓલ્ડ ટ્રેફોર્ડ | સાંજે 7:00 |
24 | 25 જૂન, ગુરુવાર | સાઉથ આફ્રિકા vs નેધરલેન્ડ્સ | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | રાત્રે 12:00 |
25 | 26 જૂન, શુક્રવાર | શ્રીલંકા vs સ્કોટલેન્ડ | ઓલ્ડ ટ્રેફોર્ડ | રાત્રે 12:00 |
26 | 27 જૂન, શનિવાર | પાકિસ્તાન vs નેધરલેન્ડ્સ | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | બપોરે 3:00 |
27 | 27 જૂન, શનિવાર | વેસ્ટ ઇન્ડીઝ vs આયર્લેન્ડ | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | સાંજે 7:00 |
28 | 27 જૂન, શનિવાર | ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ | ધ ઓવલ | રાત્રે 12:00 |
29 | 28 જૂન, રવિવાર | સાઉથ આફ્રિકા vs બાંગ્લાદેશ | લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ | બપોરે 3:00 |
30 | 28 જૂન, રવિવાર | ઓસ્ટ્રેલિયા vs ભારત | લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ | સાંજે 7:00 |
31 | 30 જૂન, મંગળવાર | સેમી-ફાઇનલ 1 | ધ ઓવલ | સાંજે 7:00 |
32 | 02 જુલાઈ, ગુરુવાર | સેમી-ફાઇનલ 2 | ધ ઓવલ | રાત્રે 12:00 |
33 | 05 જુલાઈ, રવિવાર | ફાઈનલ | લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ | સાંજે 7:00 |



















