Home Education/Career Iaf Agniveer Recruitment Registration Process

આવી ગઈ મોટી ભરતી ! : 12 પાસ ઉમેદવારો પણ ભરી શકશે ફોર્મ

આવી ગઈ મોટી ભરતી !
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2025, 08:12 AM IST

આવી ગઈ મોટી ભરતી... 12 પાસ ઉમેદવારો પણ ભરી શકશે ફોર્મ...   જાણો શું છે ઉમેદવારી કરવા માટેના નિયમો

ભારતીય વાયુ સેનાએ અગ્નિવીર સ્કીમ અંતર્ગત અગ્નિવીર વાયુ જવાનો માટેની ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે. ઈચ્છુક ઉમેદવારો અગ્નિવીરની આધિકારિક વેબસાઈટ પર જઈને ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.   આ ભરતી માટે ઉમેદવારનો જન્મ 1 જાન્યુઆરી 2005થી 1 જુલાઈ 2008 વચ્ચે થયો હોવો જરૂરી છે, મતલબ કે સાડા 17 થી 21 વર્ષની વચ્ચે ઉમર હોવી જોઈએ.Vayu.agnipath.cdac.in પર જઈને ફોર્મ ભરી શકાય છે.  ફોર્મ ભરવા માટેની સમય મર્યાદા 27 જાન્યુઆરી સુધીની છે. વાયુસેનામાં અગ્નિવીર માટેની વયમર્યાદા સાડા 17 વર્ષથી લઈ 21 વર્ષ સુધીની રાખવામાં આવી છે. અપરણિત યુવક અને અપરણિત યુવતી આ ભરતી માટે અરજી કરી શકે છે. અગ્નિવીર સ્કીમ અંતર્ગત આ ભરતી ચાર વર્ષ માટેની છે. તે બાદ 25 ટકા લોકોની વાયુસેનામાં કાયમી ભરતી કરવામાં આવશે.

 

શૈક્ષણિક લાયકાત

વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને ગણિત વિષય સાથે ધોરણ 12માં ઓછામાં ઓછાં 50 ટકા આવ્યા હોય તે જરૂરી છે. કોમર્સ આર્ટસમાં પણ અંગ્રેજી વિષય સાથે ઉમેદવાર 12 પાસ હોવો જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત અને શારીરિક કસોટીના આધારે કરવામાં આવશે.  પ્રથમ તબક્કાનીલ લેખિત પરીક્ષા 22 માર્ચ 2025એ ઓનલાઈન પદ્ધતિથી લેવાશે. પરીક્ષાના બેથી ત્રણ દિવસ પહેલા ઉમેદવારોને ઈમેઈલ થકી એડમિટ કાર્ડ મોકલવામાં આવશે.  ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરવી પડશે. 1.6 કિમીની દોડ સાત મિનિટમાં તો મહિલાઓએ 1.6 કિમી ની દોડ આઠ મિનિટમાં પૂરી કરવી પડશે. એક મિનિટમાં 10 પુશ અપ કરવાનાં રહેશે, પુરુષોએ એક મિનિટમાં 10 સીટ અપ કરવાનાં રહેશે તો મહિલાઓએ 1 મિનિટ 30 સેકન્ડમાં  10 સીટ અપ કરવાનાં રહેશે. પુરુષોએ એક મિનિટમાં 20 ઊઠક બેઠક તો મહિલાઓએ એક મિનિટ ત્રીસ સેકન્ડમાં 20 ઉઠક બેઠક કરવાની રહેશે. અગ્નિવીર વાયુ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઇન 550 રૂપિયાની ફી ભરવાની રહેશે. ભારતીય વાયુસેનાની આધિકારીક વેબસાઈટ agnipathvayu.cdac. in પર જઈને ફોર્મ ભરી શકાશે.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now