Home Automobile Hyundais Popular Sedan Verna Will Get A Facelift Know When It Can Be Launched

Hyundai ની લોકપ્રિય સેડાન કાર Verna ને મળશે Facelift! : જાણો ક્યારે લોન્ચ થઈ શકે છે

Hyundai ની લોકપ્રિય સેડાન કાર Verna ને મળશે Facelift!
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2026, 10:59 AM IST

Hyundai Verna Facelift : ભારતની પ્રખ્યાત કાર મેન્યુફેક્ચરિંગ કંપની હ્યુન્ડાઇ ફરી એકવાર મિડ-સાઇઝની સેડાન સેગમેન્ટમાં ધૂમ મચાવવાની તૈયારી કરી રહી છે. કંપનીની લોકપ્રિય સેડાન Hyundai Verna ના ફેસલિફ્ટેડ વર્ઝન અંગે નવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર હાલમાં સાઉથ કોરિયામાં પરીક્ષણ કરતી જોવા મળી હતી, જેનાથી સ્પષ્ટ થાય છે કે, કંપની એક નવા અવતાર પર કામ કરી રહી છે.

Hyundai Verna Facelift લોન્ચની તૈયારીઓ

રિપોર્ટ્સ અનુસાર, હ્યુન્ડાઇ મોટર્સ ભારતમાં વર્ના ફેસલિફ્ટ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. તેની ડિઝાઇન અને ફીચર્સમાં જરૂરી સુધારાઓનું મૂલ્યાંકન કરવા માટે લોન્ચ પહેલા કારનું હાલમાં પરીક્ષણ ચાલી રહ્યું છે. વર્ના પહેલાથી જ તેના સેગમેન્ટમાં મજબૂત સ્થાન ધરાવે છે, અને ફેસલિફ્ટ તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી શકે છે.

પરીક્ષણ દરમિયાન નવું શું છે?

સાઉથ કોરિયામાં જોવા મળેલી પરીક્ષણ કાર સંપૂર્ણપણે ઢંકાયેલી હતી, ખાસ કરીને આગળના બમ્પર, પાછળના બમ્પર અને ડેશબોર્ડ પર ભારે ક્લેડીંગ હતું. આ સૂચવે છે કે, હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટમાં મુખ્ય ફેરફારો બાહ્ય ડિઝાઇન અને આંતરિક લેઆઉટમાં હશે. ખાસ કરીને ડેશબોર્ડને ફરીથી ડિઝાઇન અને વધુ પ્રીમિયમ બનાવી શકાય છે.

નવા ફીચર્સ અને ડિઝાઇન અપડેટ્સ

કંપનીએ હજુ સુધી ઓફિશિયલ રીતે ફીચર્સ જાહેર કર્યા નથી, પરંતુ એવી અપેક્ષા છે કે, ફેસલિફ્ટેડ મોડલમાં નવી હેડલાઇટ્સ, અપડેટેડ ટેલલેમ્પ્સ અને નવી બમ્પર ડિઝાઇન હશે. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે એક નવી સ્ક્રીન સેટઅપ અને કેટલાક નવા અદ્યતન ફીચર્સ પણ ઉમેરવામાં આવી શકે છે, જે કારને વધુ આધુનિક અનુભૂતિ આપશે. હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ એન્જિન વર્તમાન મોડલ જેવા જ 1.5-લિટર પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એન્જિન હોવાની શક્યતા છે. આ એન્જિન પહેલાથી જ તેના સારા પર્ફોમન્સ અને માઇલેજ માટે જાણીતા છે.

ક્યારે લોન્ચ થશે અને કઈ કાર સાથે કરશે કોમ્પિટિશન?

કંપનીએ લોન્ચ તારીખની પુષ્ટિ કરી નથી, ત્યારે એવું માનવામાં આવે છે કે હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ 2026 ના મધ્ય સુધીમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. લોન્ચ થયા પછી, તે Skoda Slavia, Honda City અને Volkswagen Virtus જેવી લોકપ્રિય સેડાન સાથે સીધી કોમ્પિટિશન કરશે. આ કાર તેના ફ્રેશ લુક, અપડેટેડ ઇન્ટિરિયર અને વિશ્વસનીય એન્જિન સાથે, હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ મિડ-સાઇઝ સેડાન સેગમેન્ટમાં Skoda અને Honda માટે એક મહત્વપૂર્ણ પડકારો ઉભા કરી શકે છે. જો તમે આ સેગમેન્ટમાં કાર વિશે વિચારી રહ્યા છો, તો વર્ના ફેસલિફ્ટ માટે રાહ જોવી યોગ્ય હોઇ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now