Home Automobile Hyundai Venue New Generation Launch Date Safety Features

Next gen Hyundai Venue જલ્દી જ થશે લૉન્ચ : બદલાઈ ગઈ છે ડિઝાઈન, ફીચર્સ અત્યાધૂનિક

Next gen Hyundai Venue જલ્દી જ થશે લૉન્ચ
Published by: OBS Bureau
Last Updated: Oct 28, 2025, 06:59 AM IST

ભારતીય બજારમાં લોકપ્રિય કંપની Hyundai પોતાની સફળ કોમ્પેક્ટ SUV Venueની નેક્સ જનરેશન લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ અગાઉ SUVની કેટલીક ટેકનિકલ અને આરામદાયક સુવિધાઓ આપી હતી, જ્યારે હવે તેના સેફ્ટી ફીચર્સ વિશેની વિગત પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

હ્યુન્ડાઇની નવી Venue SUV ભારતમાં 4 નવેમ્બરના રોજ લૉન્ચ થવાની છે. આ નવું વર્ઝન ડિઝાઇન, ઇન્ટિરિયર અને ટેકનોલોજી ત્રણેય સ્તરે પહેલાથી વધુ અદ્યતન બનશે. SUVનું ટેસ્ટિંગ લાંબા સમયથી ચાલી રહ્યું હતું અને તેનો ફર્સ્ટ લૂક જોવા મળ્યો છે.

65થી વધુ સેફ્ટી ફીચર્સ

હ્યુન્ડાઇ અનુસાર, નવી વેન્યુમાં 65થી વધુ અદ્યતન સેફ્ટી ફીચર્સ આપવામાં આવશે. તેમાં Level-2 ADAS, High-Strength Steel Construction, છ એરબેગ્સ, ESC, Hill Assist Control (HAC), Electric Parking Brake, Surround View Monitor (SVM), ચારેય વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ, TPMS, ESM, થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટ અને રોલઓવર સેન્સર જેવી 33 સ્ટાન્ડર્ડ સલામતી ફીચર્સ સામેલ છે.

આ અદ્યતન સુવિધાઓ SUVને તેના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત વાહનોમાંની એક બનાવે છે.


કેબિન અને ટેક સુવિધાઓ

હ્યુન્ડાઇ પહેલેથી જ SUVના કેટલાક ફીચર્સ જાહેર કરી ચૂકી છે. નવી Venueમાં બે 12.3-ઇંચ સ્ક્રીન, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, વાયરલેસ Android Auto અને Apple CarPlay, સનરૂફ, OTA અપડેટ્સ, LED DRLs, પૂર્ણ LED હેડલેમ્પ્સ અને કનેક્ટેડ ટેલલાઇટ્સ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ફીચર્સ SUVને ટેકનોલોજી અને આરામના દ્રષ્ટિકોણથી વધુ પ્રીમિયમ બનાવે છે.


કિંમત

Hyundai Venue કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં લોન્ચ થવા જઈ રહી છે. આ સેગમેન્ટમાં તેનો મુકાબલો Maruti Brezza, Kia Sonet, Mahindra XUV 3XO, Tata Nexon અને Kia Syros જેવી લોકપ્રિય SUV સાથે રહેશે.
હાલ કિંમત જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઉદ્યોગ સૂત્રો મુજબ નવી Venueની એક્સ-શોરૂમ કિંમતમાં થોડો વધારો થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now