Home Automobile Hyundai Exter Facelift 2026 Launch Features Competition Punch Magnite

HYUNDAI EXTER નવા અવતારમાં લોન્ચ થવા તૈયાર : શાનદાર ફીચર્સ સાથે Tata Punch અને Magniteને આપશે ટક્કર

HYUNDAI EXTER નવા અવતારમાં લોન્ચ થવા તૈયાર
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 04:00 AM IST

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની મજબૂત પકડ જમાવવા માટે Hyundai પોતાની લોકપ્રિય સબ-4 મીટર SUV Exter ને નવા લુકમાં રજૂ કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2026 Hyundai Exter Faceliftને March 2026 માં ભારતીય બજારમાં ઉતારવામાં આવી શકે છે. હાલમાં જ આ કારને ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી હતી જેમાં તે સંપૂર્ણપણે કેમોફ્લાજ એટલે કે કવરથી ઢંકાયેલી જોવા મળી હતી. આ અપડેટ દ્વારા કંપની આ સેગમેન્ટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે.

એક્સટિરિયરમાં આધુનિક ફેરફારોની શક્યતા

Exter Facelift ને સંપૂર્ણ નવા મોડલના બદલે મિડ-લાઈફ અપડેટ તરીકે લાવવામાં આવશે. આ નવી SUV માં ફ્રન્ટ બમ્પર અને ગ્રિલની ડિઝાઈન બદલવામાં આવી શકે છે. આ સિવાય હેડલેમ્પ અને DRL ને નવો લુક આપીને ગાડીને પહેલા કરતા વધુ મોર્ડન બનાવવામાં આવશે. નવા આકર્ષક ડિઝાઈનવાળા એલોય વ્હીલ્સ પણ આ ફેસલિફ્ટ મોડલની રોડ પ્રેઝન્સમાં વધારો કરશે.

ઈન્ટિરિયર અને હાઈ-ટેક ફીચર્સ પર ભાર

2026 Hyundai Exter Facelift ના ઈન્ટિરિયરમાં વર્તમાન મોડલની તુલનાએ કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે. SUV માં મોટી અને વધુ સ્મૂથ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે જે લેટેસ્ટ કનેક્ટેડ કાર ટેકનોલોજીથી સજ્જ હશે. આ સિવાય ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, USB-C ચાર્જિંગ પોર્ટ અને નવી કલર સ્કીમની સાથે સીટ ફેબ્રિકમાં પણ ફેરફાર થવાની આશા છે. સુરક્ષાની દૃષ્ટિએ હ્યુન્ડાઈ તેમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ તરીકે આપી શકે છે.

એન્જિન પાવર અને સંભવિત કિંમત

એન્જિનની વાત કરીએ તો આ ફેસલિફ્ટ મોડલમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન જાળવી રાખવામાં આવી શકે છે. આ સાથે જ ગ્રાહકોને CNG નો વિકલ્પ પણ મળશે. આ એન્જિનમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સની સુવિધા ઉપલબ્ધ હશે. કેટલાક અહેવાલો મુજબ કંપની તેમાં ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ આપી શકે છે. કિંમતની વાત કરીએ તો તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત અંદાજે 6 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now