Home Automobile Hyundai Cars Discount Offers January 2026 India

નવી કાર ખરીદનારાઓ માટે બખ્ખાં : Hyundaiની કાર્સ પર મળશે ₹98,000 સુધીનો તોતિંગ ડિસ્કાઉન્ટ

નવી કાર ખરીદનારાઓ માટે બખ્ખાં
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 04:00 AM IST

જાન્યુઆરી 2026માં જ્યારે મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓએ પોતાની કારના ભાવમાં વધારો કર્યો છે, ત્યારે દિગ્ગજ કાર ઉત્પાદક કંપની Hyundai Motor India ગ્રાહકો માટે લોભામણી ઓફર્સ લઈને આવી છે. કંપની તેના લોકપ્રિય મોડલ્સ પર ₹98,000 સુધીના બમ્પર ફાયદા આપી રહી છે. આ તમામ લાભો ડીલરશીપ લેવલ પર ઉપલબ્ધ છે. જો તમે પણ આ મહિને નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો Creta, Venue, Exter અને i20 જેવા મોડલ્સ પર મળતી છૂટ વિશે જાણી લેવું જોઈએ.

Hyundai Creta પર પણ મળશે રાહત

કંપનીની સૌથી વધુ વેચાતી મિડસાઇઝ એસયુવી Hyundai Creta પર આ મહિને ₹40,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ કાર તેના લુક અને લેટેસ્ટ ફીચર્સના કારણે છેલ્લા 10 વર્ષથી ગ્રાહકોની પહેલી પસંદ રહી છે. જો તમે ક્રેટા ફેમિલીમાં જોડાવા માંગતા હોવ તો આ ઉત્તમ તક છે.

Hyundai Venue: નવા અને જૂના મોડલ પર અલગ-અલગ ઓફર

કંપનીની સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી Venue પર પણ આકર્ષક સ્કીમ્સ ચાલી રહી છે:

  • નવી જનરેશન મોડલ: આ નવા મોડલ પર ગ્રાહકોને ₹25,000 સુધીનો ફાયદો મળી શકે છે.

  • જૂની જનરેશન અને 2025 મોડલ: જે ગ્રાહકો ગત વર્ષના મેન્યુફેક્ચરિંગ મોડલ્સ પસંદ કરશે તેમને ₹60,000 સુધીની માતબર છૂટ મળી શકે છે.

Exter અને Hatchback કાર પર સૌથી વધુ ફાયદો

Hyundai ની સૌથી કિફાયતી એસયુવી Exter પર આ મહિને સૌથી વધુ એટલે કે ₹98,000 સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત હેચબેક સેગમેન્ટમાં પણ જલસો છે:

  • Grand i10 Nios: આ કાર પર ₹89,000 સુધીના ફાયદા મળી રહ્યા છે.

  • Premium Hatchback i20: આ મોડલ પર કંપની ₹95,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ₹10 લાખથી ઓછી કિંમતની કાર શોધતા ગ્રાહકો માટે આ સોદો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

Sedan અને SUV સેગમેન્ટમાં અન્ય ઓફર્સ

સેડાન કારના શોખીનો માટે પણ Hyundai એ ખાસ ધ્યાન રાખ્યું છે:

  • Hyundai Aura: કોમ્પેક્ટ સેડાન ઓરા પર ₹58,000 સુધીની છૂટ મળી રહી છે.

  • Hyundai Verna: પ્રીમિયમ સેડાન વર્ના પર ગ્રાહકો ₹70,000 સુધીના લાભ મેળવી શકે છે.

  • Hyundai Alcazar: મિડસાઇઝ એસયુવી અલ્કાઝાર પર આ મહિને ₹65,000 સુધીના બેનિફિટ્સ જાહેર કરવામાં આવ્યા છે.

ગ્રાહકોએ નોંધ લેવી કે આ ડિસ્કાઉન્ટની રકમ શહેર, ડીલરશીપ અને કારના વેરિઅન્ટ મુજબ અલગ-અલગ હોઈ શકે છે. તેથી અંતિમ કિંમત માટે નજીકના શોરૂમની મુલાકાત લેવી અનિવાર્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now