Home Automobile Hyundai Car Price Hike May 2026 India Details

Hyundai ની નવી કાર ખરીદવી થશે મોંઘી! : આ તારીખથી બદલાઈ જશે હ્યુન્ડાઇની કારના ભાવ

Hyundai Motor India Showroom
Published by: Aryan Shah
Last Updated: Apr 09, 2026, 08:11 AM IST

Hyundai : જો તમે થોડાક દિવસમાં hyundai ની નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયાએ તેની કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફાર આવતા મહિનાથી અમલમાં આવશે, તેથી ગ્રાહકો પાસે જૂના ભાવે કાર ખરીદવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે.

કિંમતમાં કેટલો વધારો થશે?

કંપની દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, 1 મે 2026 થી હ્યુન્ડાઇની તમામ કાર મોંઘી થઈ જશે. આ ભાવ વધારો મહત્તમ 1% સુધીનો હોઈ શકે છે. જોકે, દરેક મોડલ અને તેના વેરિઅન્ટના આધારે આ વધારાની રકમ અલગ-અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે એન્ટ્રી લેવલની કાર કરતાં પ્રીમિયમ કારો પર આની અસર વધુ જોવા મળી શકે છે.

શા માટે વધી રહ્યા છે ભાવ?

હ્યુન્ડાઇએ આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ પ્રોડક્શન ખર્ચમાં થયેલો વધારો ગણાવ્યો છે. કાર બનાવવા માટે વપરાતા કાચા માલ (Raw Materials) અને અન્ય જરૂરી પાર્ટ્સની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે, તે લાંબા સમય સુધી આ બોજ ગ્રાહકો પર નાખવાનું ટાળતી હતી, પરંતુ હવે ખર્ચ એટલો વધી ગયો છે કે, કિંમતમાં થોડો વધારો કરવો અનિવાર્ય બન્યો છે.

વેચાણમાં નોંધપાત્ર પ્રગતિ

ભાવ વધારાના સમાચારો વચ્ચે કંપનીના વેચાણના આંકડા ખૂબ જ ઉત્સાહજનક છે. નાણાકીય વર્ષ 2026 ના છેલ્લા ત્રણ મહિનામાં હ્યુન્ડાઇએ 2 લાખથી વધુ વાહનો વેચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વેચાણ ગત વર્ષ કરતાં 8.7% વધુ છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં થતી નિકાસમાં પણ 9% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે હ્યુન્ડાઇની ગાડીઓની લોકપ્રિયતા સતત વધી રહી છે.

અત્યારે કાર ખરીદવાના ફાયદા

જો તમે એપ્રિલ મહિનામાં જ તમારી મનપસંદ હ્યુન્ડાઇ કાર બુક કરાવો છો, તો તમે સીધા જ 1% સુધીનો ભાવ વધારો બચાવી શકો છો. આ ઉપરાંત, નાણાકીય વર્ષના અંતે અથવા નવા ફેરફાર પહેલા ડીલરો દ્વારા અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સ પણ આપવામાં આવતી હોય છે, જેનો લાભ લઈને તમે મોટી બચત કરી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now