Home Gujarat Hybrid Marijuana Worth Rs 6 Crore Seized From Surat Airport

સુરત એરપોર્ટ પરથી 6 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો : ત્રણ આરોપીઓની ધરપકડ, તામિલનાડુ કનેક્શન!

સુરત એરપોર્ટ પરથી 6 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 08:55 AM IST

Surat Ganja seized : સુરત એરપોર્ટ પરથી સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને 6 કરોડથી વધુ કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો મોટો ભેદ ખુલ્યો છે. એર ઇન્ડિયાની બેંગકોકથી સુરત આવતી ફ્લાઇટમાં ગાંજો લવાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.

ચાર બેગમાંથી કુલ 16 પેકેટ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો

બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. ફ્લાઇટ લેન્ડ થયા બાદ શંકાસ્પદ લાગતા બે મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમની ચાર બેગમાંથી કુલ 16 પેકેટ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે 6.18 કરોડ રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું છે.

ગાંજો બેગની અંદર સંતાડવામાં આવ્યો હ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજો કાર્બન પેપર અને ફોલ્ડ પેપરમાં પેક કરીને બેગની અંદર સંતાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બેગની અંદર બીજી બેગ મૂકી તેમાં પણ ફોલ્ડ પેપરમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો, જેથી એરપોર્ટ ચેકિંગ દરમિયાન શંકા ન જાય. આ પદ્ધતિથી એરપોર્ટ મારફતે ગાંજો ઘુસાડવામાં આવતો હતો.

તામિલનાડુ કનેક્શન

આ કેસમાં તામિલનાડુના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અનુસાર મોહમ્મદ અલી બેંગકોકથી આ સમગ્ર ડ્રગ્સ રેકેટ ચલાવતો હતો. ચેન્નાઇથી તમીમ અન્સારી આ ગાંજાનો જથ્થો લેવા સુરત એરપોર્ટ પર આવ્યો હતો. તેની સાથે મહિલા આરોપી રાઝિયા સહિત કુલ ત્રણ આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now