Home Entertainment Hrithik Roshan Allegedly Pain 380 For Divorce Settlement

380 કરોડમાં પડ્યા છૂટાછેડા! : છૂટાછેડા માટે ઋતિક રોશને ચૂકવ્યા હતા આટલા કરોડ,હવે નિભાવી રહ્યા છે દોસ્તી...

380 કરોડમાં પડ્યા છૂટાછેડા!
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2025, 04:09 PM IST

બોલીવુડ ઈન્ડસ્ટ્રીના ગ્રીક ગોડ ગણાતા ઋતિક રોશનનું લગ્ન જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે. પ્રોફેશનલ અને પર્સનલ બંને લેવલ પર ઋતિક રોશન ચર્ચામાં રહ્યા છે. કંગના રનૌત સાથેના તેમના અફેર-બ્રેકઅપને કારણે ઘણી ચર્ચાઓ થઈ હતી. હવે તે અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. તે ઘણીવાર સબા સાથે જોવા મળે છે. પરંતુ તેમની પહેલી પત્ની સાથેના તેમના સંબંધોની ચિંતા હંમેશા થતી રહે છે.

સુઝૈન સાથે વસાવ્યો હતો પરિવાર
જણાવી દઈએ કે ઋતિક રોશન રેહાન અને ઋદાનના પિતા છે. તેમના લગ્ન સુઝૈન ખાન સાથે થયા હતા. તેમની લવ સ્ટોરી અને લગ્ન બંને ફિલ્મી હતા.પરંતુ ચાહકોને ત્યારે આઘાત લાગ્યો જ્યારે ઋતિક અને સુઝૈને 14 વર્ષાના લગ્ન જીવનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. ઋતિક રોશને વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા અને 2014માં તેમણે છૂટાછેડા લીધા હતા.

ઋતિક અને સુઝૈનના છૂટાછેડા ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા છૂટાછેડમાંથી એક હતા. એક અહેવાલ પ્રમાણે સુઝૈને 400 કરોડ ભરણપોષણ માટે માંગ્યા હતા. જે બાદ 380 કરોડમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. જો કે, આ અહેવાલોને હંમેશા નકારવામાં આવ્યા હતા. પરંતુ આ છૂટાછેડા બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેૃડામાંથી એક માનવામાં આવે છે.

હવે ઋતિક અને સુઝૈન પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. ઋતિક સબાને ડેટ કરી રહ્યો છે. જ્યારે સુઝૈન ખાન અરસલાન ગોનીને ડેટ કરી રહી છે. હૃતિક અને સુઝૈન પણ હવે સારા મિત્રો છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંને સાથે પાર્ટી કરતા અને વેકેશન એન્જોય કરતા જોવા મળે છે. બાળકો સાથે સમય વિતાવવા કોવિડ દરમિયાન ઋતિક અને સુઝૈન પણ સાથે રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now