Home Health-lifestyle How To Use Coconut Oil To Clean Yellow Teeth And Tooth Cavity Coconut Oil Pulling Benefits

નાળિયેરનું તેલ કરશે પીળાં દાંત એક જ દિવસમાં ચકચકાટ : મોંની દૂર્ગંધ અને પેઢાની સમસ્યાનો રામબાણ ઈલાજ

નાળિયેરનું તેલ કરશે પીળાં દાંત એક જ દિવસમાં ચકચકાટ
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2024, 07:36 AM IST

પીળા અને સડી જતા દાંતને ચકચકાટ કરવા નાળિયેરનું તેલ ખુબ જ ઉપયોગી નુસ્ખો છે. નાળિયેરનું તેલ દાંત માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે. તો જાણો કેવી રીતે આ તેલથી દાંત સાફ કરી શકાય છે. જો દાંતની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો દાંત પીળા પડવાની અને દાંતમાં સડો થવાની સમસ્યા શરૂ થઈ જાય છે. દાંતની આ પીળાશ માત્ર ખરાબ જ નથી લાગતી, પરંતુ તેનાથી શ્વાસમાં દુર્ગંધ પણ આવે છે અને વ્યક્તિએ શરમનો ભોગ બનવું પડે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ કોઈપણ રીતે દાંતની પીળાશ અને સડો (ટૂથ કેવિટી) દૂર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ, આ સમસ્યાઓ માત્ર બ્રશ કરવાથી સોલ્વ થતી નથી.


આવી સ્થિતિમાં નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય છે. જો નાળિયેર તેલનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે મોઢામાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે, સાથે જ પીળા દાંતને સારી રીતે સાફ પણ કરે છે, આ તેલ દાંતની વચ્ચે જમા થયેલી ગંદકીને પણ દૂર કરે છે અને સડી ગયેલા દાંતને રાહત પણ આપે છે. તો હવે વિલંબ કર્યા વિના, તમારે દાંત માટે આ તેલના ફાયદા વિશે પણ જાણવું જોઈએ.


ઓઈલ પુલિંગ એક આયુર્વેદિક પદ્ધતિ છે જે નાળિયેર તેલથી કરવામાં આવે છે અને તેનો ઉપયોગ દાંત સાફ કરવા માટે થાય છે. ઓઈલ પુલિંગની આ પ્રક્રિયામાં 2 ચમચી નાળિયેરના તેલને મોંમાં રાખવામાં આવે છે. જે બાદ તેલના થોડીવાર કોગળા કરીને થૂંકવામાં આવે છે.


ઓઈલ પુલિંગની આ પ્રક્રિયા દરરોજ કરવાથી દાંતની વચ્ચે જામી ગયેલી ગંદકી દૂર થાય છે, સાથે જ દાંત પર ચડી ગયેલું પીળું આવરણ પણ દૂર થાય છે અને દાંતમાં લાગેલો સડો પણ દૂર થાય છે. ઓઈલ પુલિંગ માત્ર દાંત માટે જ નહીં પણ પેઢાં માટે પણ ફાયદાકારક છે જે પેઢાંમાં થતી સમસ્યાઓ પણ આ પ્રક્રિયાથી દૂર થઈ જાય છે. 


દાંત માટે આ ટિપ્સ છે ખુબ જ ઉપયોગી
પીળા દાંતની સફાઈમાં ઘરની કેટલીક અન્ય વસ્તુઓ પણ ફાયદાકારક સાબિત થાય છે. જેમાં તમે ખાવાના સોડામાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી શકો છો. આ પેસ્ટને દાંત પર ઘસવાથી પીળા દાંત સાફ થવા લાગે છે. સ્ટ્રોબેરી અથવા કેળાની છાલનો અંદરનો ભાગ દાંત પર ઘસવાથી પણ દાંતની પીળાશ દૂર થાય છે. આ ફળો મોઢામાંથી આવતી દુર્ગંધને પણ ઓછી કરે છે. દાંતનો સડો અને પીળાશ દૂર કરવા માટે સરસવના તેલને મીઠામાં મિક્સ કરીને પેસ્ટ બનાવી આ પેસ્ટને આંગળી અથવા બ્રશ પર લગાવીને દાંત સાફ કરી શકો છો. આ સાથે જ પીળા દાંત સાફ કરવા માટે પણ હળદર પણ એક ઉપયોગી ઓપ્શન છે. હળદરમાં સરસવનું તેલ મિક્સ કરીને દાંત પર ઘસવાથી દાંત સાફ તો થાય જ છે સાથે જ મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે અને દાંતના સડોથી છુટકારો મળે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now