Home Health-lifestyle How To Take Care Of Your Skin During Mahakhumbh

MAHAKUMBH 2025 : મહાકુંભમાં ફરતી વખતે આવી રીતે સ્કિનની રાખો કાળજી

MAHAKUMBH 2025
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2025, 12:08 PM IST

મહાકુંભ દરમિયાન ગરમી, ધૂળ અને પાણીની તંગી જેવી સમસ્યાઓ તમારી ત્વચા પર ખરાબ અસર કરી શકે છે. લાંબા સમય સુધી બહાર રહેવું, તડકામાં ચાલવું અને ખરાબ હવામાન આપણી ત્વચાને અસર કરે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી ત્વચાની ખાસ કાળજી લેવી મહત્વપૂર્ણ છે જેથી આપણી ત્વચા ન માત્ર સુરક્ષિત રહે પરંતુ તે ગ્લોઈંગ પણ રહે.

1. સનસ્ક્રિન યુઝ કરો
મહાકુંભ દરમિયાન, લોકોએ લાંબા સમય સુધી બહાર રહેવું પડે છે, અને સનલાઈટથી રક્ષણ ખૂબ જ અગત્યનું છે. સૂર્યના હાનિકારક UV કિરણો તમારી ત્વચાને બાળી શકે છે. તેથી, તમારી ત્વચાને સૂર્યની ગરમીથી બચાવવા માટે સારા SPF સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરો. દર 2-3 કલાકે સનસ્ક્રીન ફરીથી લગાવવાનું ભૂલશો નહીં, ખાસ જ્યારે તમે ફરવા અથવા સ્નાન કરવા માટે બહાર હોવ ત્યારે.

2. હાઈડ્રેટેડ રહો
ગરમી અને હલનચલનના કારણે શરીરમાં પાણીની કમી થઈ શકે છે, જે તમારી ત્વચાને ડ્રાય અને ડલ બનાવી શકે છે. તેથી, દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. આ સિવાય નારિયેળ પાણી, ફ્રૂટ જ્યૂસ અથવા હર્બલ ટી પણ લઈ શકો છો, જે તમારી ત્વચાને અંદરથી હાઇડ્રેટ રાખશે અને તેને તાજી રાખશે.

3.સ્કિનને ચોખ્ખી રાખો
મહાકુંભમાં ધૂળ અને ગંદકીનો આપને સામનો કરવો પડી શકે છે, જેના કારણે ત્વચા પર પ્રદૂષણ અને બેક્ટેરિયા જમા થઈ શકે છે. તેનાથી ખીલ, બ્લેકહેડ્સ અને ફોલ્લી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારી ત્વચાને દિવસમાં બે વખત સારી રીતે સાફ કરો. હળવા ક્લિન્ઝિંગ જેલ અથવા ફેસ વૉશનો ઉપયોગ કરો, જે માત્ર સાફ જ નહીં પરંતુ ત્વચાને સોફ્ટ પણ બનાવે છે.

4. મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો
ગરમી અને ધૂળને કારણે ત્વચામાં ડ્રાય થઈ શકે છે. તેથી, સનસ્ક્રીન લગાવ્યા પછી સારું મોઇશ્ચરાઇઝર લગાવવું ખુબ જરૂરી છે.

5. હર્બલ અને નેચરલ પ્રોડક્ટ વાપરો
ત્વચાની કુદરતી નેચરલ ચમક જાળવવા માટે, હર્બલ અને નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરો. જેમ કે એલોવેરા જેલ, ગુલાબ જળ અને ટી ટ્રી ઓઇલ, જે તમારી ત્વચાને ઠંડક આપે છે અને ફ્રેશ રાખે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now