Home Health-lifestyle How To Make Mava Kulfi At Home Note Recipe

માવા કુલ્ફી ખાવાનું થયું છે મન? : ઘરે જ બનાવો ઠંડી-ઠંડી કુલ્ફી

માવા કુલ્ફી ખાવાનું થયું છે મન?
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 02:58 PM IST

કાળઝાળ ગરમીમાં ઠંડુ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. ઠંડા પીણાથી લઇને કુલ્ફી જેવી અનેક વસ્તુઓ ખાવાની જોરદાર છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો અનેક લોકો કુલ્ફી બહારથી લાવીને પછી ખાતા હોય છે. પરંતુ તમે માવાની કુલ્ફી ઘરે બનાવી શકો છો.

સામગ્રી
બે લીટર દૂધ
બે કપ માવો
અડધો કપ ખાંડ
બે ચમચી ઇલાયચી પાવડર
ત્રણ ચમચી બદામ
બે ચમચી પિસ્તાના ટુકડા

બનાવવાની રીત
માવાની કુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી લો અને એમાં દૂધ લો.દૂધનો એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો.દૂધ અડધુ થાય ત્યાં સુધી ઉકાળો.પછી આ દૂધમાં માવો, ઇલાયચી પાવડર, ખાંડ અને પિસ્તાના ટુકડા નાખીને મિક્સ કરો.આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.10 મિનિટ પછી દૂધ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દો.આ દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.આ મિશ્રણને કુલ્ફીના સ્ટેન્ડમાં ભરી લો અને ફ્રિજરમાં સેટ થવા માટે મુકી દો.ફ્રિજરમાં 8 થી 10 કલાક માટે સેટ થવા દો.નિયત સમય પછી ફ્રિજરમાંથી કાઢો.ફ્રિજરમાં જ્યારે બહાર કાઢો ત્યારે કુલ્ફીના સ્ટેન્ડને એક મિનિટ માટે અડધુ પાણીમાં રાખો. આમ કરવાથી અંદરથી કુલ્ફી તરત બહાર નિકળી જશે અને તૂટશે પણ નહીં.તો તૈયાર છે માવાની કુલ્ફી.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now