Home Health-lifestyle How To Make Matar Paneer Know Here Recipe

ઘરના લોકો આંગળા ચાટતાં રહી જશે : ઘરે જ બનાવો મસાલેદાર મટર પનીર

ઘરના લોકો આંગળા ચાટતાં રહી જશે
Published by: OBS Bureau
Last Updated: Apr 13, 2025, 04:30 AM IST

પનીરનું નામ આવતા જ મોંમાં પાણી આવી જાય છે. કેટલાક લોકોને પનીર વધારે પસંદ હોય છે. મટર પનીર પણ ઘણા લોકોની પહેલી પસંદ હોય છે. તો ફટાફટ નોંધી લો પંજાબી સ્ટાઈલ મટર પનીરના શાકની રેસિપી..

મટર પનીરનું શાક બનાવવા માટે સામગ્રી
200 ગ્રામ પનીર, 1 કપ વટાણા, 2 ટામેટાં, 2 ડુંગળી, 2 લીલા મરચા, 2 ઇંચનો ટુકડો આદુ, 4-5 લસણની કળીઓ, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, સ્વાદઅનુસાર મીઠું, 4 ચમચી તેલ, 3 ચમચી ફ્રેશ ક્રીમ, 2 ચમચી ઘી, ગાર્નિશિંગ માટે તાજી કોથમીર

મટર પનીર બનાવવાની રીત
- સૌથી પહેલા એક બાઉલમાં ગરમ ​​પાણી લો અને તેને ઉકાળો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં પનીર નાખો. પનીરને 5 મિનિટ માટે પાણીમાં રાખો, આનાથી પનીર વધુ સોફ્ટ થઈ જશે. ઉકળ્યા પછી પનીરને ગાળી લો અને ઠંડા પાણીથી ધોઈ લો.
- હવે પનીરને નાના-નાના ટુકડામાં કાપી લો.
-એક મોટી કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં તાજા સમારેલા લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળી લો. ત્યાર બાદ તેમાં બાફેલા ટામેટાં નાખો અને તેને મસાલાની સાથે મિક્સ કરી દો.
- હવે તેમાં ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ગરમ મસાલો નાખો. જો તમે ઈચ્છો તો થોડું મીઠું પણ ઉમેરી શકો છો. આ બધાને સારી રીતે મિક્સ કરો અને તેને ધીમી આંચ પર 5 મિનિટ સુધી પકાવો.
- તેમાં તૈયાર કરેલું પનીર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં વટાણા નાખો અને 10-15 મિનિટ સુધી પકાવો. ધ્યાન રાખો કે વટાણા વધારે નરમ રહે અને પનીર તૂટી ન જાય. પનીર મટર મસાલાને ધીમી આંચ પર પકાવ્યા પછી હવે તેમાં ફ્રેશ ક્રીમ નાખો અને બરાબર મિક્સ કરી લો.
- ક્રીમ સારી રીતે ભળી ન જાય ત્યાં સુધી પકાવો. પછી તેમાં ઘી નાખો અને શાકને 2 મિનિટ સુધી પકાવો. ઘીનો સ્વાદ શાક સ્વાદ વધારી દે છે અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
-મટર પનીરને તાજી કોથમીરથી ગાર્નિશ કરો. હવે તૈયાર છે મટર પનીરની સ્વાદિષ્ટ વાનગી! તેને ગરમાગરમ ભાત અથવા રોટલી સાથે સર્વ કરો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now