Home Health-lifestyle How To Make Kathiyawadi Dahi Tikhari At Home

માત્ર 5 મિનિટમાં બની જશે : ઘરે જ બનાવો સ્વાદિષ્ટ દહીં તીખારી

માત્ર 5 મિનિટમાં બની જશે
Published by: OBS Bureau
Last Updated: Apr 03, 2025, 03:34 PM IST

કેટલીકવાર એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. આને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. માત્ર પાંચ જ મિનિટમાં ચટાકેદાર અને ટેસ્ટી દહીં તિખારી ઘરે જ બનાવી શકો છો. 

સામગ્રી
1 કપ - દહીં
6 કળી - લસણ
1 ચમચી - લાલ મરચું
1 ચમચી - ધાણાજીરું
જરૂરિયાત મુજબ- કોથમીર
એક ચપટી- હીંગ

બનાવવાની રીત
તીખારી બનાવવા માટે સૌ પ્રથમ લસણની ચટણી તૈયાર કરવી. તેના માટે ખાયણીમાં 6 કળી લસણની કળી અને 1 ચમચી લાલ મરચું લઈને ખાંડી લેવું. હવે એક પેનમાં 2 ચમચી તેલ એડ કરો. ગેસ મીડિયમ રાખો. તેમાં ચપટી હીંગ નાખો અને પછી તેમાં વાટેલી લસણની ચટણી તેલમાં એડ કરી લો. પછી તેને સારી રીતે સાંતળી લો. હવે આ સમયે મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તેલમાં મસાલો સાંતળી લો. હવે આ સમયે 1 કપ જાડું અને મોળું દહીં એડ કરો. દહીંમાં પાણી ન હોવું જોઈએ. હવે ફટાફટ મસાલામાં દહીંને ચલાવો. બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો. છેલ્લે તેને કોથમીરથી ગાર્નિશ કરો.


Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now