Home Religion How To Avoid Politics And Insults In The Office Premanand Maharaj Gave The Solution

ઓફિસમાં પોલિટિક્સ અને અપમાનથી કેવી રીતે બચવું? : પ્રેમાનંદ મહારાજે આપ્યો ચોંકાવનારો ઉકેલ

ઓફિસમાં પોલિટિક્સ અને અપમાનથી કેવી રીતે બચવું?
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 10:41 AM IST

Premanand Maharaj: વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ જી મહારાજના પ્રવચનમાં એક મહિલા ભક્તે દિલ ખોલીને પોતાની વેદના વ્યક્ત કરી કહ્યું- “મહારાજ, ઓફિસમાં મારું દરરોજ અપમાન થાય છે, ટીકા થાય છે, ઉપહાસ થાય છે, અવગણના થાય છે… હું આ સહન નથી કરી શકતી. શું મારે આ નોકરી છોડી દેવી જોઈએ?

મહારાજશ્રીએ મુસ્કાન સાથે જવાબ આપ્યો: બેટા, જો લોકો હેરાન કરે, અપમાન કરે અને તું સહન ન કરી શકે તો એક જ ઉપાય છે – ભગવાનનું નામ લે. આ નામ તારી સહનશક્તિને આસમાને પહોંચાડી દેશે.

જે સહન કરે છે એ મહાત્મા છે. જે તૂટી જાય છે એ સંસારી છે. ભગવાને તને પરિસ્થિતિ બદલવા માટે નથી મોકલ્યો. પરંતુ દરેક પરિસ્થિતિમાં તારું હૃદય પાક્કું કરવા મોકલ્યો છે.

માયા તો દરેક જગ્યાએ છે, તેં ક્યાંય ભાગીને નહીં છૂટકારો મેળવી શકે.

જ્યાં જઈશ ત્યાં નવા લોકો, નવી પોલિટિક્સ મળશે. આજની આ પરિસ્થિતિ ભગવાને તને ખાસ તારા માટે બનાવી છે –તું અહીં જ મજબૂત બન, સહનશીલ બન, નિર્ભીક બન. જ્યારે તું સહન કરતાં શીખી જઈશ, ત્યારે ઓફિસની ટીકા, અપમાન કે પોલિટિક્સ તને સ્પર્શ પણ નહીં કરી શકે. બસ એક જ કામ કર: આ નામ તને અંદરથી અજેય બનાવી દેશે.”

મહારાજશ્રીનો સ્પષ્ટ સંદેશ

નોકરી બદલવાથી કે લોકો સામે ઝઘડવાથી કંઈ નહીં બદલે, પોતાની અંદર સહનશીલતા અને ભગવાનનો સહારો લઈએ તો દુનિયાની કોઈ પોલિટિક્સ આપણને હરાવી શકે નહીં.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now