Home Sports How Much Wealth Does Saina Nehwal Own Divorced From Husband

કેટલી સંપત્તિની માલિક છે સાયના નહેવાલ : પતિથી લીધા છૂટાછેડા

કેટલી સંપત્તિની માલિક છે સાયના નહેવાલ
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 07:32 AM IST

ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે તાજેતરમાં પોતાના અંગત જીવનમાં મોટો નિર્ણય લીધો છે. તેમણે પતિ અને ખેલાડી પારુપલ્લી કશ્યપથી છૂટાછેડા લેવાની જાહેરાત કરીને ચાહકોને આશ્ચર્યમાં મુક્યા છે. બંનેએ 2018માં લગ્ન કર્યા હતા અને હવે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. છૂટાછેડાના કારણો જાહેર કરવામાં આવ્યા નથી.

સાયના માત્ર ભારતની સફળ ખેલાડી જ નથી, પરંતુ તેમની કુલ સંપત્તિ રૂ. 40 થી 50 કરોડ સુધીની ગણવામાં આવે છે. આ સંપત્તિમાં ટૂર્નામેન્ટ ઈનામની રકમ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, રિયલ એસ્ટેટ, લક્ઝરી કાર્સ અને અન્ય રોકાણોનો સમાવેશ થાય છે. તેમણે હર્બલાઇફ, સ્ટાર સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે.

2012ના લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સાયનાએ દુનિયાભરમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. છૂટાછેડા પછીના ચરણમાં પણ ચાહકો આશા રાખે છે કે તેઓ પોતાના જીવન અને કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પર પહોંચશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now