Home Health-lifestyle How Much Amla Is Safe To Consume In A Day Know The Best Way To Eat It For Double Health Benefits

એક દિવસમાં કેટલા આમળા ખાવા ફાયદાકાર? : વધુ પડતા આમળાથી થશે આ બિમારી

એક દિવસમાં કેટલા આમળા ખાવા ફાયદાકાર?
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2024, 08:35 AM IST

આમળાનું સેવન ચોક્કસપણે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ આ આમળાને યોગ્ય માત્રામાં ખાવાથી જ તેના પુરા ફાયદા મળતા હોય છે. તો ચાલો આજે જાણીએ કે એક દિવસમાં કેટલા આમળા સ્વાસ્થ્ય માટે સારા અને તેનાથી થતા ફાયદા અને તેના નુકસાન, સાથે જ અમે તમને જણાવીશું આમળાને ઉપયોગમાં લેવાની શ્રેષ્ઠ ટિપ્સ.

શિયાળામાં ઉપલબ્ધ આમળા એક પાવરફુલ ફૂડ છે, જેના અનેક ફાયદા છે, જે કોઈનાથી છુપાયેલા નથી. આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે, ઉપરાંત તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન B અને A જેવા ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. આ આમળા આયુર્વેદથી લઈને આધુનિક વિજ્ઞાન સુધી તમામ લોકો આમળાને ખાવા પર ભાર મૂકવામાં આવતો હોય છે. જો કે, દરેક વસ્તુની જેમ, આમળાનું સેવન પણ મર્યાદામાં જ કરવું જોઈએ કારણ કે વધુ પડતા આમળા ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે. તો ચાલો આજે જાણીએ કે એક દિવસમાં કેટલા આમળા ખાવા યોગ્ય છે અને તેના સંપૂર્ણ ફાયદા મેળવવા માટે આમળાનું સેવન કેવી રીતે કરવું?

એક દિવસમાં કેટલા આમળા શરીર માટે ફાયદાકારક?
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર સામાન્ય રીત બાળકો અને યુવાનો માટે દિવસમાં એક કે અથવા બે આમળા ખાવા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. જ્યારે પુખ્ત વયના લોકો માટે, દિવસમાં વધુમાં વધુ બે કે ત્રણ આમળાનું સેવન પર્યાપ્ત છે, જો એક સામાન્ય વ્યક્તિ એક દિવસમાં 20 થી 30 મિલી રસ પીવો સલામત છે. પણ જો કોઈને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય, તો ડૉક્ટરની સલાહ મુજબ જ આમળાનું સેવન કરવું જોઈએ.

વધુ પડતા આમળા ખાવાના ગેરફાયદા
આમળા ખાવા એ ચોક્કસપણે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ દરેક વસ્તુની જેમ આમળાને પણ યોગ્ય માત્રામાં જ ખાવા જોઈએ. નિષ્ણાંતોની માન્યતા અનુસાર આમળામાં ઠંડકની અસર હોય છે, તેથી શિયાળામાં આમળાનું વધુ પડતું સેવન કરવું એટલે અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપવું. આ સિવાય વધુ પડતું આમળા ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ અને પાચનશક્તિ પર અસર પડી શકે છે. વધુ પડતા આમળા ખાવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી ઘટી જાય છે, જે શરીર માટે સારું નથી. આમળામાં મોટા પ્રમાણમાં ઓક્સાલેટના તત્વો જોવા મળે છે, તેથી ગંભીર કિસ્સાઓમાં, વધુ પડતું આમળા ખાવાથી પણ કિડનીમાં પથરીની સમસ્યાઓ થઈ શકે છે.

ભરપૂર ફાયદા માટે આમળાનું આ રીતે સેવન કરો
ઘણા લોકો આમળાનો જામ અથવા કેન્ડી બનાવીને ખાય છે. જે ખાવામાં સ્વાદિષ્ટ તો લાગે છે, પરંતુ તેના શરીરને જેટલા ફાયદા થવા જોઈએ તેટલા નથી. આમળા ખાવાની સૌથી સારી રીત એ છે કે તાજા આમળાના ટુકડા કરીને તેને તરત જ ખાવાથી તેના પુરતા ફાયદા મળે છે. તેના પર થોડું મીઠું છાંટીને ખાવાથી તેની ખટાશ સંતુલિત થાય છે અને તેના ફાયદા પણ વધે છે. તમે આમળાનો જ્યુસ પણ પી શકો છો, જો કે, પણ આ આમળાને ફિલ્ટર કર્યા વગર જ પીવું જોઈએ જેથી તેના રેસા નષ્ટ ન થાય અને આમળાના ફાયદા પણ મળી શકે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now