Home Sports How Can Rajasthan Royals Reach The Playoffs Even After Losing 7 Matches Understand All The Equations

જાણો! તમામ સમીકરણો : 7 મેચ હાર્યા પછી પણ કેવી રીતે પહોંચી શકો છો રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં?

જાણો! તમામ સમીકરણો
Published by: OBS Bureau
Last Updated: Apr 25, 2025, 03:23 PM IST

IPL 2025: ચિન્નાસ્વામી મેદાનમાં મળેલી હારથી રાજસ્થાન રોયલ્સ માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ટીમને RCB સામે 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2025માં રાજસ્થાને અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમી છે, જેમાંથી ટીમ 7માં હારી ગઈ છે. જો કે, 7 મેચ હારી જવા છતાં સંજુ સેમસનની પિંક આર્મી હજુ પણ છેલ્લા ચારમાં પ્રવેશ મેળવી શકે છે.



પ્લેઓફમાં પહોંચવા માટે રાજસ્થાનને પહેલા તેની બાકીની તમામ મેચ જીતવી પડશે. પાંચેય મેચ જીત્યા બાદ રાજસ્થાનના કુલ પોઈન્ટ 14 થઈ જશે. રાજસ્થાને એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તેણે આ મેચોને મોટા માર્જિનથી જીતવાનો પ્રયાસ કરવો જોઈએ. મોટી જીત રાજસ્થાનના નેટ રન રેટમાં સુધારો કરશે, જે હાલમાં -0.625 છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now