Home Entertainment Honey Singh Mumbai Concert Laser Light Controversy

હની સિંહના કોન્સર્ટમાં મોટી 'ભવાઈ' : જાણો એવું તો શું થયું કે પોલીસે નોંધી FIR

Honey Singh concert
Play Video
Published by: Suman Dabhi
Last Updated: Mar 31, 2026, 06:01 AM IST

Honey Singh concert: પ્રખ્યાત રેપર-ગાયક યો યો હની સિંહના 28 માર્ચ, 2026ના રોજ બાંદ્રાના MMRDA ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કોન્સર્ટમાં ઉડ્ડયન સુરક્ષાને જોખમમાં મૂકતી ગેરકાયદેસર લેસર લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ તરફથી અગાઉ આપવામાં આવેલી સ્પષ્ટ ચેતવણીઓ અને પરવાનગીના ઇનકાર છતાં પ્રમોટર્સે આ નિયમોનો અનાદર કર્યો હોવાનો આરોપ છે.

નિયમોનું ઉલ્લંઘન

પોલીસે ઇવેન્ટ પ્રમોટર કંપની તમન્નાઝ વર્લ્ડવાઇડના પ્રતિનિધિ ઇન્દ્રજીત સિંહ સામે એરસ્પેસ નિયમોનું ઉલ્લંઘન અને સલામતી માર્ગદર્શિકાને અવગણવા બદલ FIR નોંધી છે. અધિકારીઓએ એરપોર્ટ ઝોનની નજીક આવેલા વિસ્તારમાં લેસર લાઇટ્સના ઉપયોગને વિમાન સુરક્ષા માટે જોખમી ગણીને તેની મનાઈ ફરમાવી હતી, પરંતુ આયોજકોએ તેને અવગણીને શો દરમિયાન લાઇટ્સ ઇન્સ્ટોલ કરી દીધી હતી.

અન્ય ઉલ્લંઘનો પણ સામે આવ્યા

FIRમાં વધુમાં જણાવાયું છે કે કોન્સર્ટમાં માત્ર 12,000 લોકોની હાજરીની માહિતી આપવામાં આવી હતી, જ્યારે વાસ્તવિકતામાં 18,000થી 20,000થી વધુ લોકો એકઠા થયા હતા. આ વિશાળ ભીડે સુરક્ષા વ્યવસ્થાને મોટો પડકાર ઉભો કર્યો હતો.

આ પણ વાંચો: LPG અછતને કારણે ફેમસ યુટ્યુબરે પોતાનું રેસ્ટોરન્ટ કર્યું તાત્કાલિક બંધ : ભાઈ અને ભાભી છે ટીવી સુપરસ્ટાર, જાણો સંપૂર્ણ વિગતો

કોન્સર્ટની સફળતા અને હાઈલાઇટ્સ

વિવાદ વચ્ચે હની સિંહે મંચ પર જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમણે svપોતાના હિટ ગીતો જેમ કે ‘ડોપ શોપ’, ‘બ્લુ આઇઝ’, ‘બ્રાઉન રંગ’, ‘મિલિયોનેર’, ‘દેશી કલાકાર’ અને ‘લુંગી ડાન્સ’થી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કોન્સર્ટ તેમના ‘માય સ્ટોરી – ઇન્ડિયા ચેપ્ટર’ ટૂરનો ભાગ હતો.

હની સિંહ આ ટૂર હેઠળ આગળ પુણે (4 એપ્રિલ), કોટા (11 એપ્રિલ), ઇન્દોર (25 એપ્રિલ), લખનૌ (2 મે), કોલકાતા (9 મે) અને છેલ્લે16 મેના રોજ બેંગલુરુમાં પર્ફોર્મ કરશે. આ ઘટનાએ મોટા કોન્સર્ટ આયોજનમાં સુરક્ષા ધોરણો, ભીડ વ્યવસ્થાપન અને નિયમોનું પાલન કરવાની આયોજકોની જવાબદારી અંગે ફરી એક વાર ચર્ચા શરૂ કરી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now