Home Automobile Honda Elevate Facelift India Launch New Features 2026

રસ્તા પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Honda Elevate Facelift : પેનોરેમિક સનરૂફથી લઈને 360 ડિગ્રી કેમેરા સુધી જોવા મળશે મોટા અપગ્રેડસ

Honda Elevate Facelift
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 24, 2026, 02:15 AM IST

Honda Elevate Facelift : ભારતીય ઓટોમોબાઈલ બજારમાં મિડસાઈઝ SUV સેગમેન્ટમાં ભારે સ્પર્ધા ચાલી રહી છે. આ કોમ્પિટિશનમાં ટકી રહેવા અને પોતાની પકડ મજબૂત કરવા માટે Honda Cars India તેની લોકપ્રિય SUV Honda Elevateનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવાની જોરશોરથી તૈયારી કરી રહી છે. હાલમાં જ આ નવી SUV ભારતના રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. ભારે કવર સાથે જોવા મળેલી આ કાર આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે, જે માર્કેટમાં નવા અપડેટ્સ અને આધુનિક ટેકનોલોજી સાથે એન્ટ્રી કરશે.

આકર્ષક લુક અને નવી ડિઝાઇન

સ્પાય શોટ્સ અનુસાર, નવી Honda Elevate ફેસલિફ્ટના આગળ અને પાછળના ભાગમાં મહત્વના કોસ્મેટિક ફેરફારો જોવા મળશે. જો કે કારનો મૂળ આકાર પહેલા જેવો જ રહેશે, પણ તેમાં નવી ડિઝાઇનવાળી ફ્રન્ટ ગ્રિલ, નવું બમ્પર અને અપડેટેડ LED લાઇટ્સ આપવામાં આવશે. આ સિવાય કારમાં નવા એલોય વ્હીલ્સ અને પાછળના ભાગમાં નવી ગ્રાફિક્સવાળી LED ટેલ લેમ્પ જોવા મળી શકે છે. કારનો દમદાર રોડ પ્રેઝન્સ અને મજબૂત લુક પહેલાની જેમ જ ગ્રાહકોને આકર્ષિત કરશે.

આ પણ ખાસ વાંચો : રૂ.10 લાખમાં Patrol જેવી દમદાર SUV! : 3 વર્ષ પછી Nissan Tekton સાથે SUV માર્કેટમાં ફરીથી કરશે કમબેક

શાનદાર અને પ્રીમિયમ ફીચર્સ

વર્તમાન મોડલમાં કેટલાક પ્રીમિયમ ફીચર્સની અછત હતી, જેને આ ફેસલિફ્ટ વર્ઝનમાં દૂર કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, નવી Honda Elevateમાં 360-ડિગ્રી કેમેરા, મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, નવું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને અપગ્રેડેડ ADAS (એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) પેકેજ મળી શકે છે. આ સિવાય પાવર્ડ ડ્રાઇવર સીટ અને પેનોરેમિક સનરૂફ જેવા દમદાર ફીચર્સ પણ આ કારમાં જોવા મળી શકે છે, જે કેબિનના એક્સપિરિયન્સને વધુ પ્રીમિયમ અને આરામદાયક બનાવશે.

આ પણ ખાસ વાંચો : Tataની CNG કાર Maruti કરતાં કેમ ઓછી માઇલેજ આપે છે? : જાણો ઓછી માઇલેજ પાછળના કેટલાક જવાબદાર કારણો વિશે

એન્જિન અને પાવરટ્રેન

સૌથી મોટી ચર્ચા આ કારના હાઇબ્રિડ એન્જિન વિશે હતી, પરંતુ અહેવાલો અનુસાર આ ફેસલિફ્ટમાં હોન્ડા હાઇબ્રિડ ઓપ્શન લાવવાની નથી. નવી એલિવેટ તેના ભરોસાપાત્ર 1.5-લીટર નેચરલી એસ્પિરેટેડ i-VTEC પેટ્રોલ એન્જિન સાથે જ ચાલુ રહેશે. આ એન્જિન 121hpનો પાવર અને 145Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન નો ઓપ્શન મળશે. કંપની હાલમાં ભારતમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) લોન્ચ કરવા પર વધુ ધ્યાન આપી રહી હોવાથી આ નિર્ણય લેવાયો હોઈ શકે છે.

આ પણ ખાસ વાંચો : 360 ડિગ્રી કેમેરા અને આકર્ષક ડિઝાઇન સાથે આવશે Tata Tigor Facelift : Tiago કરતાં વધુ દમદાર લુક અને પ્રીમિયમ ફીચર્સ સાથે Dzireને આપશે ટક્કર


માર્કેટમાં ટક્કર અને મહત્વ

ભારતમાં મિડસાઇઝ SUV સેગમેન્ટમાં Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara, Toyota Urban Cruiser Hyryder, Volkswagen Taigun અને Skoda Kushaq જેવી કારોનો જોરદાર દબદબો છે. આ તમામ કારોને સમયસર અપડેટ્સ મળી રહ્યા છે. આવા સમયે Honda Elevate ફેસલિફ્ટ નવા ફીચર્સ અને સ્ટાઇલિશ લુક સાથે હોન્ડા કંપનીને બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં મોટી મદદ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now