Home Automobile Honda Cars Price Hike Elevate And City Hybrid Increase Upto 20 Thousand Rupees

બજેટ પહેલાં આ કારની કિંમતમાં થઈ ગયો વધારો : બજેટ પછી થશે ઘટાજો કે હજુ વધારો?

બજેટ પહેલાં આ કારની કિંમતમાં થઈ ગયો વધારો
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2025, 03:53 AM IST

Honda Car India Limitedએ નવી Amazeના લોન્ચ સાથે તેની સબ 4 મીટર કાર પોર્ટફોલિયોને અપડેટ કર્યો છે. હોન્ડા સિટી અને એલિવેટ પણ ભારતીય બજારમાં સારી રીતે ચાલે છે. પરંતુ હવે હોન્ડા આ કાર્સની કિંમતમાં વધારો કરવા જઈ રહ્યાં છે. હોન્ડા

ઉપરાંત ઘણી કાર કંપનીઓએ 4-વ્હીલરની કિંમતોમાં વધારો કર્યો છે. હોન્ડા પોતાની કારની કિંમતમાં 20 હજાર રૂપિયાનો વધારો કરવા જઈ રહી છે.



HONDA CITYના ભાવમાં વધારો

હોન્ડા સિટી ભારતીય બજારમાં ત્રણ ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે: મેન્યુઅલ, ઓટોમેટિક અને હાઇબ્રિડ. બજારમાં હોન્ડા સિટીના મેન્યુઅલ વેરિઅન્ટના આઠ વેરિઅન્ટ છે, જેમાં SV**, V**, VX** અને ZX** વેરિઅન્ટની કિંમતમાં 20 હજાર રૂપિયાનો વધારો થયો છે. આ કારના બેઝ મોડલ SVની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.

હોન્ડા સિટીના ઓટોમેટિક વેરિઅન્ટ્સના, છમાંથી ત્રણ મોડલ V**, VX** અને ZX**ની કિંમતમાં પણ 20 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. માર્કેટમાં હાઇબ્રિડના ત્રણ મોડલ છે, જેમાં માત્ર ZX** વેરિઅન્ટ રૂ. 20 હજાર મોંઘા થયા છે. આ કારનું ટોપ વેરિઅન્ટ પણ છે. હોન્ડા સિટીની એક્સ-શોરૂમ કિંમત 11.82 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 20.75 લાખ રૂપિયા સુધી જાય છે.



Honda Elevateની શું છે નવી કિંમત?

Honda Elevate ભારતીય બજારમાં મેન્યૂઅલ અને ઓટોમેટિક એમ બે ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ છે. આ કારના મેન્યુઅલના આઠ વેરિઅન્ટ છે. આ હોન્ડા કારના કોઈપણ મેન્યૂઅલ વેરિઅન્ટની કિંમતમાં વધારો નથી કરાયો. આ કાર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે છ વેરિઅન્ટમાં આવે છે. આમાં V**, VX** અને ZX**ની એક્સ-શોરૂમ કિંમતમાં 20 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

હોન્ડા એલિવેટની કિંમતમાં વધારાને કારણે બેઝ મોડલની કિંમતમાં વધારો નથી થયો પણ તેના ટોપ મોડલની કિંમતમાં ફેરફાર થયો છે. હવે Honda Elevateની એક્સ-શોરૂમ કિંમત 11.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 16.63 લાખ રૂપિયા સુધી જાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now