Home Health-lifestyle Holiday Country Publicholiday India Nepal Egypt Job Employee More Festival Celebration

સૌથી વધુ રજા કોણ આપે છે? : ક્યા દેશમાં કેટલી મળે છે રજા, જાણો ભારત કેટલામાં નંબર પર આવે છે?

સૌથી વધુ રજા કોણ આપે છે?
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 07:05 AM IST

કોઈ પણ કર્મચારી નોકરી પર લાગ્યા પહેલા એ વિચારે છે કે રજાઓ કેટલી મળે છે. રજા મળવી એ નોકરિયાત વર્ગ માટે કોઈ વિશ પુરી થવાથી ઓછી નથી હોતી. ત્યારે સવાલ એ થાય કે ક્યા દેશમાં સૌથી વધુ રજા મળે છે. જેમાં ભારતનો નંબર કેટલામો આવે છે. જાહેર રજાઓ એ દેશની સંસ્કૃતિ અને પરંપરાઓનો આવશ્યક ભાગ છે. તેઓ નાગરિકોને નોંધપાત્ર ઐતિહાસિક ઘટનાઓ, ધાર્મિક તહેવારો અને રાષ્ટ્રીય સિદ્ધિઓની ઉજવણી કરવાની તક આપે છે.
પ્રથમ નંબર પર આવે છે નેપાળ
35 જાહેર રજા સાથે નેપાળ દુનિયામાં ટોપ પર આવે છે. વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો ધરાવનાર નેપાળમાં દશૈન, તિહાર અને હોળીની મુખ્ય રજાનો સમાવેશ થાય છે. નેપાળ વિવિધ પ્રાદેશિક અને વંશીય તહેવારોની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરે છે. જેથી વર્ષમાં 35 જેટલી જાહેર રજા આપી લોકોને ઉજવણીની સૌથી વધુ તક આપે છે.
નંબર-2 પર આવે છે મ્યાનમાર
સૌથી વધુ રજા આપતા દેશમાં બીજા નંબર પર આવે છે મ્યાનમાર. મ્યાનમાર વર્ષમાં 32 જેટલી જાહેર રજા આપે છે. બૌદ્ધ, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય રજાઓમાં બર્મીઝ નવું વર્ષ, થડિંગયુત તહેવાર, સ્વતંત્રતા દિવસની મુખ્ય રજા હોય છે. 35 જેટલી જાહેર રજા આપી મ્યાનમાર નાગરિકોને સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પૂરતો સમય આપે છે.
ઈરાન અને શ્રીલંકા કેટલી રજા મળે છે?
સૌથી વધુ રજા આપવામાં ત્રીજા નંબર પર ઈરાન અને ચોથા નંબર પર શ્રીલંકા આવે છે. ઈરામાં વર્ષ દરમિયાન 26 જાહેર રજા મળે છે. જ્યારે શ્રીલંકામાં એક વર્ષમાં 25 જેટલી જાહેર રજા મળે છે. ઈરાનમાં પર્શિયન નવું વર્ષ, ઈદ અલ-ફિત્ર અને આશુરાની મુખ્ય રજા હોય છે.જ્યારે શ્રીલંકામાં સિંહાલી અને તમિલ નવું વર્ષ, બુદ્ધનો જન્મદિવસ અને નાતાલની મુખ્ય રજાનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશ અને ઈજિપ્તમાં કેટલી રજા મળે છે?
સૌથી વધુ રજા આપવામાં પાંચમાં નંબર પર બાંગ્લાદેશ અને છઠ્ઠા નંબર પર ઈજિપ્ત આવે છે. બાંગ્લાદેશમાં ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી માટે વર્ષમાં 22 જાહેર રજાઓ મળે છે. જ્યારે ઈસ્લામિક તહેવારો માટે જાણીતા ઈજિપ્તમાં વર્ષે 21 જાહેર રજા મળે છે.
ભારતમાં વર્ષે કેટલી રજા મળે છે?
ભારત વિવિધ સંસ્કૃતિ અને તહેવારો માટે જાણીતું દેશ છે. ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારોની ઉજવણી માટે ભારતમાં વર્ષે લગભગ 21 જાહેર રજા મળે છે. દિવાળી, હોળી, ઈદ, ક્રિસમસ અને સ્વતંત્રતા દિવસની મુખ્ય રજાનો તેમા સમાવેશ થાય છે. દરેક રાજ્યમાં અલગ અલગ તહેવારો મુજબ રજાઓ હોય છે. ભારતમાં મોટી સંખ્યામાં રજાઓ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, કુટુંબ અને સમુદાયના મેળાવડાનું મૂલ્ય દર્શાવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now